ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
રાજકોટ શહેરમાં 46 વર્ષથી વકીલાત ક્ષેત્રમાં કાર્યરત તુલસીદાસ ભાવદાસ ગોંડલીયા કે જેઓ વકીલાતમાં દિવાની, ફોજદારી, રેવન્યુ, ફેમીલી કોર્ટ જેવી જુદી જુદી કોર્ટમાં 74 વર્ષે પણ સતત કાર્યરત છે. વકીલાત ઉપરાંત તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના જુદી જુદી જવાબદારીઓ અદા કરે છે તેમજ તેઓ આશરે 1979માં જ્યુડીશ્યલ ઓફીસર તરીકે પસંદ પામેલ હતા પરંતુ તેઓએ વકીલાતને પ્રથમ પસંદગી આપી રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવી વકીલાત કરેલ. રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે તેઓએ કાર્યવાહીઓ કરેલી છે તેમજ બાર એસોસિએશનના અન્ય હોદ્દાઓમાં સફળ કામગીરી કરેલી છે.
તેઓ નામ. સેશન્સ અદાલતમાં ખૂન કેસ, બળાત્કાર, લાંચ રુશ્વત ધારા, નાર્કોટીક વગેરે કેસો ચલાવેલા છે તેમજ વકીલાતની સાથોસાથ તેઓ રાજકોટ કાયમી સમાધાન પંચ (મીડીએશન સેન્ટર)માં મીડીએટર તરીકે વગર ફીએ સેવાઓ આપેલી છે. રાજકોટ નાગરિક સહકારી બેંક લી. પરાબજાર રાજકોટ શાખામાં તથા હાલ જંકશન પ્લોટ શાખામાં વિકાસ સમિતિના ક્ધવીન્યર તરીકે સેવાઓ આપે છે. તેઓની નિમણુંક વિજય કોમ. કો.ઓપ. બેંકમાં ડીરેકટર તરીકે પસંદગી પામતા વકીલ મિત્રો, જ્ઞાતિજનો અને મિત્રો તરફથી તેઓને મો. નં. 9824416617 ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.