પાટીદાર સમાજ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી રજિસ્ટ્રેશન કરાવે તેવી અપીલ કરાઈ
ખાસ-ખબર સંવાદદાતા
અખંડ ભારતનું નિર્માણ કરી, સમસ્ત ભારતીયોને એકતાના તાંતણે બાંધનાર એવા લોહપુરુષ શ્રી વલ્લભભાઈ પટેલના જન્મદિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ રાષ્ટ્રીય એકતાના દિવસે વિશ્ર્વના ખૂણે-ખૂણે વસવાટ કરતા પાટીદારોને એકતાંતણે જોડવા માટેનું ડિઝીટલ પ્લેટફોર્મ એવું ઝવય ઙફશિંમફતિ એપનું શુભારંભ થનાર હોય, સમસ્ત પાટીદાર(પટેલ) સમાજને આવકાર સાથે એપ્લિકેશન ડાઉનલોડ કરી પોતાનું રજિસ્ટ્રેશન કરે તેવી અપીલ કરવામાં આવી છે.
આજે પાટીદાર(પટેલ) સમાજ અનેક ક્ષેત્રોમાં ઊંચાઈઓને સર કરી રહ્યો છે જેમકે ઉચ્ચ શિક્ષણ, વ્યાપાર, સંશોધન, ટેક્નોલોજી, કૃષિ, કળા અને સાહિત્ય અને બીજું ઘણું બધુ. ઝવય ઙફશિંમફતિ નો ઉદેશ્ય છે કે પાટીદાર સમાજના બધા લોકો, સંસ્થાઓ, સમાજોને જોડવા જેથી બધા એકબીજાની કુશળતા, સિદ્ધિઓ અને અનુભવોનો લાભ લઈ શકે.
આ વિશ્ર્વનું પહેલું અને એકમાત્ર માધ્યમ છે જે પાટીદાર સમાજની એકતા અને અખંડિતતાને આખા વિશ્ર્વમાં પ્રોત્સાહન આપશે અને જેમાં વ્યવસાયોની માહિતી, વ્યાપાર, ગામોની માહિતી, લગ્નવિષયક, શિક્ષણ, નોકરી, પટેલ સમાજો(વાડીઓ)નું બુકિંગ, આરોગ્ય, અટકોની માહિતી, પાટીદાર ઓળખ, પરિવાર વૃક્ષો(આંબાઓ), સંસ્થાઓ સાથે જોડાણો, લોકો સાથેના સંબંધો વગેરે જેવી અનેક સુવિધાઓથી સજ્જ છે. સમય સાથે જ્યારે પરિવારો ટૂંકા થતા જાય છે, ત્યારે એક બીજા સાથેની ઓળખાણ ધીમે ધીમે વિલુપ્ત થતી જણાય છે. આ એપ્લિકેશનથી સમાજના કોઈ પણ વ્યક્તિ સુધીની ઓળખાણ જાણી શકાશે. પાટીદાર સમાજની આગવી ઓળખ, કાર્ય કુશળતા, સત્યનિષ્ઠા અને વિશ્ર્વસનીયતા સમગ્ર વિશ્ર્વમાં પ્રખ્યાત છે, આ મૂળભૂત સિદ્ધાંતોને કારણે ભારતભરના તથા અન્ય દેશોના વ્યાપારીઓને પાટીદાર સમાજ સાથે વ્યાપાર કરવો હોઈ છે. જેથી આ ગ્લોબલ પ્લેટફોર્મ સમાજને આર્થિક રીતે ઉપયોગી સિદ્ધ થશે. પાટીદાર સમાજમાં 1400+ અટકોનો સમન્વય છે, સમાજની સંસ્થાઓ તથા સામાજીક કાર્યોમાં વ્યક્તિગત ચકાસણી ખુબ મુશ્કેલ સાબિત થાય છે. પટેલ સમાજના દરેક વ્યક્તિને પોતાનો ‘પાટીદાર આઈ ડી’ કોડ મળશે. જે સર્વે સામાજીક સંસ્થાઓમાં માન્ય ગણાશે. એ કોડ મારફતે ચકાસણી કરવા ઉપર વ્યક્તિ પાટીદાર છે તેની સરળતાપૂર્વક ચકાસણી થઇ શકશે. વૈશ્ર્વિક સ્તરે જ્યારે પાટીદાર સમાજ એક પ્લેટફોર્મ પર જોડાયેલો હશે ત્યારે કોઈ પણ પ્રશ્ર્ન/સમસ્યાનો ઉકેલ તુરંત જ લાવી શકાશે. પાટીદાર સમાજ વિશ્ર્વભરમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરતો હોય છે જેની નોંધ સમસ્ત સમાજ આંગળીના ટેરવે લઇ શકશે.