કાલે વિજયભાઈ રૂપાણીના હસ્તે શુભારંભ કરાશે
ગુજરાતના શિક્ષણજગતમાં છેલ્લા બે દસકોથી શ્રેષ્ઠ એજ્યુકેશન સીસ્ટમ સાથે બોર્ડની પરીક્ષાઓમાં પોતાના સર્વશ્રેષ્ઠ પરિણામથી પ્રખ્યાત બની ચૂકેલી રાજકોટની તપસ્વી ઈન્ટરનેશનલ સ્કૂલની નવી શાખાનો શુભારંભ થવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના શિક્ષણજગત સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સહર્ષ સમાચાર છે કે, તપસ્વી ઈન્ટરનેશનલ સ્કૂલના વધુ એક નૂતન શૈક્ષણિક સંકુલનો વિધિવત પ્રારંભ વાજડીગઢ ગામ ખાતે, અટલ સરોવર, બીજા રીંગરોડ પર થઈ રહ્યો છે, જે રૈયા સર્કલથી ફક્ત 6.5 ના અંતર પર આવેલ છે.
તપસ્વી ઈન્ટરનેશનલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો, મહેમાનો, મહંતો સ્કૂલની નવી શાખાનું ઉદ્દઘાટન તા . 27 માર્ચ, રવિવારના રોજ ગુજરાતના ભૂતપૂર્વ આવશે. આ સાથે તપસ્વી ઈન્ટરનેશનલ સ્કૂલના નવા સોપાનના શુભારંભ પ્રસંગે ખાસ ઉપસ્થિતિ નોંધાવશે. ઉલ્લેખનીય છે કે, તપસ્વી ઈન્ટરનેશનલ સ્કૂલનું સૌ પ્રથમ અને મુખ્ય સંકુલ છેલ્લા 21 વર્ષથી રાજકોટ શહેરના હાર્દ સમા વિસ્તાર 2- જલારામ પ્લોટ, યુનિવર્સિટી રોડ ખાતે કાર્યરત છે.
- Advertisement -
તપસ્વી ઈન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી અમીશભાઈ દેસાઈએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે , તપસ્વી ઈન્ટરનેશનલ સ્કૂલના નવા શૈક્ષણિક સોપાનનો શુભારંભ પ્રસંગ અમારા સહિત સમગ્ર રાજકોટના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખુશીનો અવસર લઈ આવ્યો છે . તપસ્વી ઈન્ટરનેશનલ સ્કૂલનું નવું શૈક્ષણિક સંકુલ 6 એકર જેટલી વિશાળ જગ્યામાં કુદરતી – નૈસર્ગિક વાતાવરણ વચ્ચે પથરાયેલું છે . પરંપરાગત સાથે આધુનિક શૈક્ષણિક સુખસુવિધાના સાધનોથી સજ્જ તપસ્વી ઈન્ટરનેશનલ સ્કૂલનું સંપૂર્ણ કેમ્પસ ઓડિયો – વીડિયો સીસીટીવી કેમેરાથી સજ્જ છે. અહીં સ્માર્ટ કલાસરૂમની સાથે વિદ્યાર્થીઓની આંતરીક અને બાહ્ય કલાના વિકાસ માટે આર્ટ હોલ , મ્યુઝિક હોલની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે.
વાજડીગઢ ગામે 6 એકરમાં કુદરતી-નૈસર્ગિક વાતાવરણ વચ્ચે આધુનિક શૈક્ષણિક સુખ-સુવિધાનાં સાધનયુક્ત તપસ્વી સ્કૂલનું કેમ્પસ
એટલું જ નહીં પરંતુ 21 મી સદીમાં વિદ્યાર્થીઓને એડવાન્સ ટેક્નલોજીથી સુસંગત કરાવવા માટે કોમ્પ્યુટર લેબના બદલે લેપટોપ લેબ બનાવવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે લેંગવેજ લેબ, ઓડીટોરીયમ, મલ્ટીપર્પસ હોલ, લાઈબ્રેરી, લેબોરેટરી પણ બનાવવામાં આવ્યા છે. તપસ્વી ઈન્ટરનેશનલ છું સ્કૂલના કેમ્પસમાં ક્રિકેટ, ફૂટબોલ, લોન ટેનિસ, બાસ્કેટ બોલ અને સ્કેટીંગ જેવી આઉટડોર રમતો વિકસાવવાની સાથે ઈન્ડોર રમતો માટે બેડમિન્ટન, ટેબલ ટેનિસ , ચેસ, રાઈફલ શુટીંગ, જીમનાસ્ટીક અને કેરમ જેવી રમતોનાં ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે.
- Advertisement -
આજ રોજ તપસ્વી સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી અમિતભાઈ દેસાઈ વિગત આપી હતી. તપસ્વી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ઈન્ડોર અને આઉટડોર રમત – ગમતની સુવિધા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
તપસ્વી ઈન્ટરનેશલ સ્કૂલના મેનેજમેન્ટે વિદ્યાર્થીઓને શિક્ષા સાથે સલામતી પૂરી પાડવા માટે વિશેષ કામગીરી હાથ ધરી છે. જે અંતર્ગત રાજકોટના દરેક એરિયામાંથી સ્કૂલ બસની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સ્કૂલ બસને ઋડજથી ટ્રેક કરવામાં આવી રહી છે. સ્કૂલનું વાતાવરણ પણ પ્રદૂષણમુક્ત રહે તેની સંપૂર્ણ કાળજી રાખીને વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે.
ફાયર સેફ્ટી, સ્વચ્છ પાણી, ભૂંકપ પ્રતિરોધક મજબૂત બાંધકામ વગેરે દરેક બાબતોનું જીણવટપૂર્વક ધ્યાન રાખીને તપસ્વી ઈન્ટરનેશનલ સ્કૂલનું નવું સંકુલ બનાવવામાં આવ્યુ છે. તપસ્વી ઈન્ટરનેશનલ સ્કૂલનું કેમ્પસ રોલ મોડેલ શાળા સમાન છે. અહીંની એકવારની મુલાકાત તમારા જીવનનું યાદગાર સંભારણું બની રહેશે. વિદ્યાર્થી માત્ર પુસ્તકીયું જ્ઞાન નહીં પરંતુ વ્યવહાર જ્ઞાન કેળવે તે માટે પાઠ્યપુસ્તકના દરેક પ્રકરણને સંલગ્ન પ્રવૃત્તિઓ અહીં કરવામાં આવે છે. અભ્યાસમાં પાછળ રહેતા વિદ્યાર્થીઓને હોશિયાર વિદ્યાર્થીની સમકક્ષ બનાવવા માટે બનતાં પ્રયાસો કરવામાં આવે છે.
સાથોસાથ તપસ્વી ઈન્ટરનેશનલ સ્કૂલનું યુનિક ફિચર્સ એટલે વાલીઓનોનું સાતત્યતા સાથે સંપર્કમાં રહેવું . વાલી વિદ્યાર્થીઓને સમજી શકે તેમજ તેમનામાં રહેલ ક્ષતિઓને ઘરના સમયમાં સુધારી શકે તે માટે વાલી મીટીંગ પણ કરવામાં આવે છે. આમ , વિદ્યાર્થીઓ – વાલીઓ કેન્દ્રીત શૈક્ષણિક સંસ્થાનું નિર્માણ કરીને ગુજરાતના શિક્ષણજગતને વધુને વધુને સફળતાના સોપાનો સર કરાવવાના સાર્થક પ્રયાસો સાથે તપસ્વી ઈન્ટરનેશનલ સ્કૂલ કાર્ય કરી રહી છે.
શિક્ષણ જ એક એવું માધ્યમ છે જે માનવીના જીવનને ઉન્નત અને સફળ બનાવે છે . આ શિક્ષણના માધ્યમ વડે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારના જીવનને ઉન્નત તેમજ સફળ બનાવવા માટે તપસ્વી ઈન્ટરનેશનલ સ્કૂલના મેનેજમેન્ટ વિભાગે શાળામાં વિદ્યાર્થીઓના હિતના દરેક પાસાઓને ધ્યાનમાં રાખીને સચોટ અને નક્કર પ્રયાસો સાથે સુચારૂ આયોજન કર્યું છે . શિક્ષણની સાથે જ વિદ્યાર્થી અને તેના આસપાસના જીવનને ઉન્નત – સફળ બનાવવામાં ગુરુએટલે કે શિક્ષકનો ફાળો પણ મહત્વપૂર્ણ હોય છે.
અને એટલે જ માત્ર કવોન્ટીટી નહીં પરંતુ ક્વોલીટી પર વધુ ધ્યાન આપી અનુભવી શિક્ષકોની ટિમ દ્વારા બાળકોને શિક્ષણ આપવામાં આવે છે . આ શૈક્ષણિક સંસ્થા દરેક તહેવાર, ઉત્સવ, રમતગમત અને સ્પર્ધાની ઉજવણી સિવાય સ્કીલ એન્ડ પર્સનાલીટિ ડેવલોપમેન્ટ, કોમ્પેટીટીવ એક્ઝામની તૈયારી, ક્લાસ તથા ધોરણ 6 થી 12ના ક્લાસ અને અન્ય કારકિર્દીલક્ષી માર્ગદર્શક સેમિનાર અને વર્કશોપનું પણ આયોજન કરે છે.
તપસ્વી ઈન્ટરનેશનલ સ્કૂલ ચોક્કસ વિઝન અને મિશનથી ચાલે છે . અમારો ધ્યેય ફક્ત વિદ્યાર્થીઓની સંખ્યા કે બોર્ડના પરિણામ નથી , તપસ્વી સ્કૂલનું મેનેજમેન્ટ બેસ્ટ એજ્યુકેશન સ્કીલ પર કામ કરે છે . નર્સરીથી ધોરણ 12 સાયન્સ એન્ડ કોમર્સ એન્ડ હ્યુમીનીટી શાખા સાથે અને તપશ્ચર્યા , શિક્ષા , સંપૂર્ણતા , વિવિધતાં અને નવીનતાંના પરીબળોનું ધ્યાન રાખીને અમે શિક્ષણ આપીએ છીએ . આજે તપસ્વી ઈન્ટરનેશનલ સ્કૂલના સંકુલો બાળકોનાં શારીરિક , માનસિક , બૌદ્ધિક , સામાજિક , નૈતિક અને સાંસ્કૃતિક વિકાસ અને પ્રગતિનું પ્લેટફોર્મ બન્યાં છે . બાલમંદિરથી બારમા ધોરણ સુધીનું સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું ઉચ્ચ શિક્ષણ આપતી આ સંસ્થા શહેરમાં વાજબી ફી લઈ સૌથી શ્રેષ્ઠ શિક્ષણ અને સર્વશ્રેષ્ઠ પરિણામ આપવા કટિબદ્ધ છે એવું તપસ્વી ઈન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી અમીશભાઈ દેસાઈએ જણાવ્યું છે.