ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ એસટી વિભાગ તરફથી માર્ગ સુરક્ષા સપ્તાહનો પ્રારંભ એસટી ડેપો ખાતે કરવામાં આવ્યો હતો. તા.11/1/23ને બુધવારના રોજ જૂનાગઢ ડેપો ખાતે માર્ગ સુરક્ષા સપ્તાહનો પ્રારંભ કરવામાં આવેલ જેમાં મુખ્ય અતિથિ તરીકે ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ સીંધવની ઉપસ્થિત રહેલ. તેમજ જૂનાગઢ ડેપોના ડેપોમેનેજર વી.એલ.ચોધરી, એટીએસ એસ.બી.પરમાર, સુપરવાઇઝર સ્ટાફ તથા બહોળી સંખ્યામાં ડ્રાઇવર, ક્ધડકટર પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં અકસ્માત નિવારવા માટેનું માર્ગદર્શન અને હાજર રહેલ અધિકારીઓ દ્વારા માર્ગસલામતીનું માર્ગદર્શન આપવામાં આવેલ.
જૂનાગઢ ST ડેપો ખાતે માર્ગ સુરક્ષા સપ્તાહનો પ્રારંભ
