36મી નેશનલ ગેમ્સ અનુસંધાને રાજકોટના વિદ્યાર્થી યુવાનોમાં જાગૃતિ તેમજ રમત ગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તે માટે આવતીકાલથી ત્રિ-દિવસીય અવેરનેસ કેમ્પેઇનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે વાહનવ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણીના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઈન્ડોર હોલ ખાતે સવારે 9:30 કલાકે અવેરનેસ કાર્યક્રમ યોજાશે. ‘સેલિબ્રેટિંગ યૂનિટી થ્રૂ સ્પોર્ટસ્’ (એકતાની ઉજવણી રમતોને સંગ). થીમ આધારિત કાર્યક્રમમાં હજ્જારો ખેલાડીઓ પોતાનું કૌવત ઝળકાવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવશે.
સાવજ બન્યો નેશનલ ગેમ્સ -2022નું મેસ્કોટ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે 36મી નેશનલ ગેમ્સના મેસ્કોટ અને એન્થમનું લોન્ચિંગ કર્યું હતું.કોઈપણ ગેમ્સમાં તેના મેસ્કોટનું ખાસ મહત્વ હોઈ છે. મેસ્કોટ એક સિમ્બોલ છે જે સમગ્ર રમત-ગમતના આયોજન, ભૌગોલિકતા, સંસ્કૃતિ ને રિપ્રેઝન્ટ કરે છે. નેશનલ ગેમ્સ ગુજરાત ખાતે યોજાનાર હોઈ મેસ્કોટની ડિઝાઇનમાં ગુજરાતની ઓળખ અને શાન સમાન ગીરના સિંહ એટલે કે સાવજની મુખાકૃતિને રજુ કરવામાં આવી છે.