સ્ટાફ તથા દર્દીઓના સ્નેહીજનોને ટોકન દરે ભોજન આપવામાં આવશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની પંચનાથ સાર્વજનિક મેડીકલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી મંગળાબેન ડાયાભાઈ કોટેચા હોસ્પિટલની યશકલગીમાં વધારો થયો છે. બે અઠવાડિયા પહેલા હોસ્પિટલમાં ડાયાલિસિસ વિભાગનો શુભારંભ કરવામાં આવ્યો તેની અખબારી નોંધની શાહી સુકાય નથી ત્યાં હોસ્પિટલના દર્દીનારાયણ માટે નિ:શુલ્ક ભોજનાલયની શરૂઆત કરવામાં આવી છે.
હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલા દર્દીઓ માટે ઉદારદીલ મુખ્ય દાતા સુરેશભાઇ નંદવાણા (ભવાની ઇન્ડસ્ટ્રીઝ લી.), મનિષભાઇ મદેકા (રોલેક્સ રીંગસ લી.)ના મળેલ આર્થિક સહયોગ થકી અને તેમના જ વરદ હસ્તે દાખલ થયેલા દર્દીઓ માટે નિ:શુલ્ક ભોજનાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે જૈન અગ્રણીઓ હરેશભાઈ વોરા, ચંદ્રકાંતભાઈ શેઠ તથા ગોવિંદભાઈ કાનગડ જેવા મહાનુભાવો ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ મહાનુભાવોનું હોસ્પિટલ ટ્રસ્ટના માનદમંત્રી અને જૈન અગ્રણી મયૂરભાઇ શાહ, પંચનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના ઉપપ્રમુખ અને લોહાણા સમાજના અગ્રણી વસંતભાઈ જસાણી ટ્રસ્ટી સંદીપભાઈ ડોડીયા દ્વારા પૂષ્પગુચ્છ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રંસગે ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માંકડે દાતાઓનો હદયપૂર્વક આભાર માન્યો હતો. તેમજ ભવિષ્યમાં પણ નવી સેવાકીય યોજનાઓને સાકાર કરવામાં આપનો સહયોગ પ્રાપ્ત થશે તેવી આશા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, દર્દીઓના સગા-સ્નેહીજનોને પણ ટોકન દરે અનલીમીટેડ ભોજન આપવામાં આવશે. તેમજ દર સોમવારે કોઈપણ એક ટ્રસ્ટી તરફથી ભોજનમાં મીઠાઈ પણ પીરસવામાં
આવે છે.