શહેરમાં શિક્ષણથી વંચિત બાળકો અંગે જાણ કરવા ટ્રસ્ટના પ્રમુખની અપીલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના મારુતિ નંદન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલા જીવનદીપ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ નિ:શુલ્ક એજ્યુકેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન 20થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હસમુખભાઈ જોબનપુત્રએ વિદ્યાર્થીઓને નોટબુક, સ્ટેશનરી સહિતની વસ્તુઓની ભેટ આપી હતી. જીવનદીપ પ્રોજેક્ટનો હેતુ રાજકોટના દરેક બાળકને શિક્ષણ આપવાનો છે. આ પ્રથમ સેન્ટર સાથે એક નવી શરૂઆત થઈ છે. અગાઉના દિવસોમાં શહેરભરમાં આવા સેન્ટરો શરૂ કરવાનું આયોજન હોવાનું ટ્રસ્ટ પ્રમુખ રસિકભાઈએ જણાવ્યું હતું. કૌશિકભાઈ અકબરી, મોહોબતસિંહ જાડેજા, તપન સ્કૂલ તેમજ ઉદગમ સ્કૂલના સંચાલક જીગ્નેશભાઈ અને દિલીપભાઈ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. સેવાભાવી લોકો જો સેવા આપવા માંગતા હોય અથવા પ્રોજેક્ટ સાથે જોડાવા ઇચ્છતા હોય તો 97370 07655 ઉપર સંપર્ક કરવા તેમજ શહેરમાં કોઈપણ ભણવાથી વંચિત અથવા ભણવામાં નબળા બાળકો હોય તો જાણ કરવા અનુરોધ કરાયો છે.