ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જંકશન પ્લોટ ખાતે શ્રી મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવાસંસ્થા શ્રી ગીતા વિદ્યાલય ટ્રસ્ટ- ગીતા મંદિરમાં તબીબી સહાય પ્રોજેક્ટ અંતર્ગત ગ્લોબલ આયુર્વેદ હોસ્પિટલના ઉપક્રમે સાપ્તાહિક નિ:શુલ્ક આયુર્વેદિક ઓપીડી ક્લિનિકનો પ્રારંભ થયો છે. દીપપ્રાકટ્ય અને મંત્રોચ્ચાર સાથે આ સેવાપ્રકલ્પનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે પી. જે. માંગરોલીયા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સિદ્ધાર્થભાઈ મહેતા, કેમ્પસ ડિરેકટર વૈદ્ય મેહુલભાઈ જોશી, વૈદ્ય દિશીતા પડિયા, ગીતા વિદ્યાલયના સંચાલક ડો. કૃષ્ણકુમાર મહેતા તથા હોસ્પિટલના વૈદ્યની ટીમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ક્લિનિકનો સમય દર બુધવારે સવારે 9-00થી 11-30નો રહેશે. લાભ લેવા ઈચ્છતા સર્વેને જંકશન પ્લોટ, પોલીસ ચોકી પાસે, ગીતા વિદ્યાલય ટ્રસ્ટના નિદાન કક્ષમાં સંપર્ક કરવાનું સંસ્થાની યાદીમાં જણાવાયું છે.