એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ઓનલાઈન છેતરપિંડી સામે ગ્રામજનોને જાગૃત કરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ જાગૃતિ માટે એક નવતર પ્રયોગરૂપે ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામ ખાતે ‘સાયબર ડાયરા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 20 ડિસેમ્બરના રોજ ક્ધયાશાળા મેદાનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. પરંપરાગત ડાયરાની શૈલીમાં સાયબર સુરક્ષાના પાઠ ભણાવવાના આ પ્રયોગની શરૂઆત સુલતાનપુર ગામથી કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન એસપી વિજયસિંહ ગુર્જરે ઓનલાઈન છેતરપિંડી, સોશિયલ મીડિયાની સલામતી અને મહિલાઓ વિરુદ્ધ થતા સાયબર ગુનાઓ અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ઘઝઙ શેર ન કરવા, અજાણી લિંક પર ક્લિક ન કરવા અને ફેક કોલથી સાવધ રહેવા ખાસ તાકીદ કરી હતી. આ ડાયરામાં ગોંડલ ડીવાયએસપી ઝાલા, ધોરાજી એએસપી સિમરન ભારદ્વાજ અને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર સહિતના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો, મહિલાઓ અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા ડિજિટલ યુગમાં સુરક્ષિત રહેવા માટે પોલીસ અને જનતા વચ્ચે સંવાદ સ્થાપવાનો પ્રયાસ કરાયો છે.



