પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડયો હતો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.24
મોરબીના હળવદમાં બે જૂથ વચ્ચે મોટી બબાલ થયાની ઘટના સામે આવી છે. હળવદમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલ થયા બાદ એકબીજા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો. હળવદમાં મોડી રાત્રે બસ સ્ટેન્ડ પાછળ બે જૂથ વચ્ચે થયેલ મારામારીની ઘટનામાં મોહિત નામનાં યુવક પર થયો છરીથી હુમલો થયો હતો. પોલીસને ઘટનાની જાણ થતાં પોતાની ટીમ સાથે બનાવ સ્થળ પર પંહોચી ગઈ.પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડયો હતો.
- Advertisement -
હળવદમાં બસ સ્ટેન્ડ પાસે બે જૂથ કોઈ બાબત પર સામસામે આવી ગયા. આરંભમાં બંને જૂથ વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ. પરંતુ બંને જૂથના લોકો આખરે મામલાનો અંત ના લાવતા હાથપાઈ પર ઉતરી આવ્યા. શાબ્દિક બોલચાલી બાદ મામલો વધુ બિચકયો અને બે જૂથના લોકો હથિયાર વડે હુમલો કરવા લાગ્યા હતા. દરમિયાન તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાતા મોહિત નામનો યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો.મોહિતને ગંભીર ઇજા પંહોચતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો. જ્યાં હોસ્પિટલના હાજર તબીબોએ જોયું કે જૂથ અથડામણમાં યુવકના પીઠના પાછળના ભાગ પર અને માથાના ભાગ હથિયારથી ઉંડો ઘા કરી ઇજા પંહોચાડવામાં આવી હતી.
ઇજાગ્રસ્ત યુવક મોહિતના માથાના ભાગમાં જોવા મળેલ ગંભીર ઇજાના કારણે સરકારી હોસ્પિટલના તબીબોએ માથે ટાંકા લીધા અને પીઠ પાછળના ઉંડા ઘામાં પટ્ટી લગાવી સારવાર કરી. જૂથ અથડામણની ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી ગઈ અને સમગ્ર મામલો થાળે પાડ્યો. પોલીસે હળવદ પાસેની જૂથ અથડામણમાં 2 થી 3 લોકો દ્વારા મોહિત નામના યુવક પર છરીથી હુમલાની ઘટનામાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી.
પોલીસ ગંભીર રીતે ઇજા પામેલ યુવકની પૂછપરછ કરશે તેમજ ઘટનાસ્થળ પરના સીસીટીવી પણ ચેક કરશે અને ઘટનાસમયે હાજર તમામ લોકોની પૂછપરછ કરશે. હજુ ગોંડલનો મામલો માંડ થાળે પડ્યો છે તેમજ રાજ્યભરમાં અસમાજિક તત્ત્વોને સાણસામાં લેવા પોલીસ કડક પગલાં લઈ રહી છે છતાં પણ હળવદમાં બે જૂથ વચ્ચે મોટી માથાકૂટ જોવા મળી. હળવદમાં બનેલ જૂથ અથડામણની ઘટનામાં કયા કારણોસર બબાલ થઈ હતી તે હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ પોલીસ તમામના નિવેદનના આધારે વધુ તપાસ હાથ ધરશે.