ટ્રકને ઓવરટ્રેક કરવા જતાં ખંભાળિયા જતી એસટી બસ પલટી મારી ગઈ
કંડકટર સહિત છ લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ ખસેડાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઉંડવા માંડલી (મેઘરજ) બોર્ડરથી-જામખંભાળીયા રૂટની એસટી બસ ગત મોડી રાત્રે કુવાડવા રોડ ઉપર સાત હનુમાન મંદિર પાસે પલટી ખાઈ જતા મુસાફરોમાં દેકારો મચી ગયો હતો. આ ઘટનામાં છ મુસાફરોને ઈજા પહોંચી હોવાથી તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતમાં કંડકટરને પણ ઇજા પહોંચી હતી તમામને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી બનાવને પગલે કુવાડવા રોડ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવ અંગે પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ઉંડવા માંડલી (મેઘરજ) બોર્ડરથી-જામખંભાળીયા રૂટની એસટી બસ 18 ણ 9917 મોડી રાત્રે 3:30થી 04:00 વાગ્યા આસપાસ કુવાડવા રોડ ઉપર સાત હનુમાનના બ્રિજ ઉપરથી પસાર થતી હતી ત્યારે અચાનક બસ પલટી ખાઈ જતા મુસાફરોમાં દેકારો મચી ગયો હતો
- Advertisement -
બસ પલટી ખાઈ જતા કંડક્ટર અને મુસાફર સહિત 6 વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી, જેથી તેઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ મોડી રાત્રે સારવાર લીધા બાદ તમામ દર્દીઓને રજા આપી દેવામાં આવી હતી ઇજાગ્રસ્તોમાં ડાવલી મોડાસાના કંડકટર નરેન્દ્રભાઈ નાનજીભાઈ ઉ.49, અરવલ્લીના મુસાફર પંકજભાઈ કાળુભાઈ આસારી ઉ.23, અમદાવાદના મુસાફર શોભનાબેન અશોકભાઈ ઉ.55, જામખંભાળિયાના મુસાફર શ્યામભાઈ અશોકભાઈ વાયા ઉ.21, ભાટિયાના ચેતનભાઈ કનુભાઈ ઉ.28 અને માલપુરના બારૈયા ભરતભાઈ સૂરમાભાઈ ઉ.29નો સમાવેશ થાય છે એસટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર પાસે પસાર થતી એસટી બસના ડ્રાઈવર આગળ જતા ટ્રકને ઓવરટેક કરવા જતા હતા ત્યારે ડિવાઇડર પર બસ ચડી ગઈ અને બાદમાં બસ પલટી ખાઈ ગઈ હતી.