હવે સોમવાર રાત્રીના 12 વાગ્યા સુધી દંડ વગર રીટર્ન ફાઈલ કરી શકાશે: તારીખ લંબાવવાની શકયતા નહીવત
આ વર્ષે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખને હવે ફકત આજથી ગણીએ તો અંતિમ ત્રણ દિવસ રહ્યા છે અને હાલમાંજ નાણામંત્રાલયે સ્પષ્ટતા કરી કે રીટર્ન ફાઈલ કરવાની તારીખમાં કોઈ વધારો કરવામાં આવશે નહી પણ હાલમાંજ એક સર્વેમાં જણાવ્યું છે કે દેશમાં 2022/23ના નાણાકીય વર્ષ માટેના રીટર્ન ફાઈલ કરવામાં અત્યાર સુધીમાં 5 કરોડ લોકોએ જ હજું તેના આઈટી રિટર્ન ફાઈલ કર્યા છે.
- Advertisement -
આ સંખ્યા તા.27 જુલાઈ સુદીની છે અને 5.03 કરોડ રીટર્નમાં 4.46 કરોડ એટલે કે 88% રીટર્નની ઓનલાઈન વેરીફીકેશન પણ થઈ ગયું છે અને તેમાં 2.69 ક્રોડ રીટર્ન તો પ્રોસેસ પણ થઈ ગયા છે અને આઈટી વિભાગ દ્વારા તેનો હેલ્પ ડેસ્ક 24 બાય 7 કાર્યરત છે અને તા.31 સુધી તે યથાવત રહેશે તથા આજે તથા આવતીકાલ (શનિ-રવિ) જાહેર રજા હોવા છતા પણ તે હેલ્પ ડેસ્ક કાર્યરત રહેશે.
હજું સુધી (તા.27 જુલાઈ સુધી) 27% લોકોએ તેના તા.21 જુલાઈ સુધીમાં રીટર્ન ફાઈલ કરી શકશે. આવકવેરા વિભાગને સામાન્ય રીતે એ જોવા મળ્યું છે. 14% ટેક્ષપેયર (સરેરાશ) આ ડેડલાઈન ચુકી જ જાય છે અને બાદમાં તેમાં દંડ સાથે આઈટી રીટર્ન ફાઈલ કરે છે. 2022/23માં કુલ 7 કરોડ કે તેથી થોડા વધુ લોકો આઈટી રીટર્ન ફાઈલ કરી શકે છે પણ જો સમય સીમા વધારવામાં આવશે.
તો થોડા વધુ લોકો રિટર્ન ફાઈલ કરી શકશે પણ આવકવેરા વિભાગે તા.31ના સાંજે જ સંકેત આપશે. મહેસુલ સચીવ સંજય મલ્હોત્રાએ એ સંકેત આપ્યો છે કે તા.31 જુલાઈની જે ડેડલાઈન છે તે વધારવામાં આવશે નહી.
- Advertisement -
પરંતુ મુંબઈ સહિતના મોટા વ્યાપારી પાટનગરમાં પુર સહિતની સ્થિતિ છે. દિલ્હી પણ હાલમાંજ પુરમાંથી બહાર આવ્યું છે અને દેશના અનેક ભાગોમાં આ પ્રકારે સ્થિતિ છે તેથી સંભવ છે કે રીટર્ન ફાઈલ કરવાની તારીખ થોડી વધી શકે છે.