પાકિસ્તાનમાં હામિદ કમાલુદ્દીનનું અપહરણ: પાક.ની ગુપ્તચર સંસ્થા ISIને પણ જાણકારી નથી
26/11નો માસ્ટરમાઈન્ડ હાફિઝ સેફ હાઉસમાં હોવાની આશંકા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
લશ્ર્કર-એ-તોઈબાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદના નાના ભાઈ હામિદ કમાલુદ્દીનનું પાકિસ્તાનમાં અપહરણ થયું છે. સૂત્રોના મતે પેશાવરમાં 26 સપ્ટેમ્બરના રોજ કારમાં સવાર સશસ્ત્ર લોકોએ કમાલુદ્દીનનું અપહરણ કર્યું હતું. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈને પણ હામિદનું કોણે અપહરણ કર્યું છે તે વિશે કોઈ જાણકારી નથી. સૂત્રોના મતે મુંબઈ 26/11 હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ પણ આઈએસઆઈના સેફ હાઉસમાં હોવાની આશંકા છે. છેલ્લા એક મહિનાથી ખાલિસ્તાન અને કાશ્ર્મીરના આતંકીઓને પાકિસ્તાની સેનાના મુખ્ય મથક પાસે 12 જુદા જુદા સેફ હાઉસમાં રખાયા છે. હાફિઝનો ભાઈ હામિદ 26 સપ્ટેમ્બર પછી જાહેરમાં દેખાયો નથી.
હાલમાં જ કરાચીમાં મૌલાના જિયા ઉર રહેમાનની ગોળી મારીને હત્યા કરાઈ હતી. મોટરસાઈકલ પર આવેલા બે બંદૂકધારીએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. પાક.માં દોઢ વર્ષમાં ભારતના પાંચ મોસ્ટ વોન્ટેડ ઠાર થયા છે.