કુલ વજન 3036 કિલો 800 ગ્રામ, એક શખ્સ ઝડપાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામા નશીલા પદાર્થોના વેપાર સામે કડક કાર્યવાહી અંતર્ગત સુરેન્દ્રનગર એસ.ઓ.જી. શાખા સ્ટાફ દ્વારા મોટી સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે. અંદાજે રૂ.15,18,40,000/- કિંમતનો લીલો ગાંજાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ તથા ગઉઙજ એક્ટ અંતર્ગત ગુનાઓ અટકાવવા માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. તે દરમ્યાન ઉઢજઙ વી.એમ.રબારીને બાતમી મળી હતી કે સાયલા તાલુકાના કસવાળી ગામની સીમમાં આવેલ ખેતર નજીક વાડીમાં એરંડા અને કપાસના વાવેતરની આડમાં ગેરકાયદેસર રીતે લીલો ગાંજો સંગ્રહિત કરાયો છે. જે બાતમીના જિલ્લા એસ.ઓ.જી પીઆઇ ભાવેશભાઈ સિંગરખીયા, પીએસઆઇ આર.જે.ગોહિલ સહિતના સ્ટાફે કસવાળી ગામે વાડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો, જેમાં સંજયભાઈ ભોપાભાઈ તાવિયા (રહે: કસવાળી) વાળાને ઝડપી તેઓની પાસેથી કુલ 3036 કિલો 800 ગ્રામ લીલો ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજિત બજાર કિંમત રૂ.15,18,40,000 રૂપિયાનો જપ્ત કરી ઝડપાયેલ શખ્સ વિરુદ્ધ ધજાળા પોલીસ સ્ટેશન ખાતે ગઉઙજ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી દરમ્યાન એસ.ઓ.જી. શાખાની ટીમ દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી.



