મુંબઈમાં ઓરેન્જ એલર્ટ
ખાસ-ખબર સંવાદદાતા
મહારાષ્ટ્રના પાલઘર, મુંબઈ, થાણે, રાયગઢ અને રત્નાગિરિમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાયગઢના ઈરશાલવાડીમાં ભૂસ્ખલનથી મૃત્યુઆંક વધીને 22 થઈ ગયો છે. મુંબઈમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. દિલ્હીમાં ફરી એકવાર યમુનાનો જળસ્તર ખતરાના નિશાનને પાર કરી ગયો છે. હિમાચલમાં 22 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે. ઓડિશાના 15 જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ છે.
- Advertisement -
બીજી તરફ રાજસ્થાનના જોધપુર અને બિકાનેરમાં ભારે વરસાદ થયો છે. જોધપુરની એક શેરીમાં પાણીના જોરદાર પ્રવાહને કારણે બાઇક, સ્કૂટી અને વાહનસવારો ધોવાઈ ગયાં હતાં. 2 કલાકમાં 66.8 મિમી વરસાદ નોંધાયો હતો.
યુપીમાં 24 મુસાફરથી ભરેલી બસ નદીમાં ફસાઈ, JCBથી રેસ્ક્યૂ શરૂ
- Advertisement -
યુપીના બિજનૌરના મંડાવલીમાં કોટાવાલી નદીનો જળસ્તર વધવાને કારણે પાણીના ભારે વહેણમાં બસ ફસાઈ ગઈ હતી. બસમાં 24 મુસાફર સવાર હતા. રેસ્ક્યૂ-એપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.