શુક્રવારે વહેલી સવારે પશ્ચિમ સિક્કિમ જિલ્લાના યાંગથાંગ ગામમાં ભૂસ્ખલન થયું હતું, જ્યારે પીડિતો સૂઈ રહ્યા હતા અને કાદવ અને પથ્થરો તેમના ઘર પર અથડાયા હતા
પશ્ચિમી સિક્કિમના યાંગથાંગ વિસ્તારમાં ગુરૂવારે (11 સપ્ટેમ્બર) મોડી રાત્રે ભૂસ્ખલનની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં આશરે ચાર લોકોના મોત થઈ ચુક્યા છે અને ત્રણ ગુમ છે. સિક્કિમ પોલીસ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં અધિકારી તેજ વહેતા પ્રવાહ, તોફાની પૂરના પાણીમાં દોરડા અથવા ટેકાની મદદથી ઊભા રેહલા જોવા મળે છે.
- Advertisement -
પોલીસે સ્થાનિકોનું કર્યું રેસ્ક્યુ
પોલીસ ટીમે સ્થાનિક લોકો અને SSB કર્મચારીઓ સાથે મળીને પૂરગ્રસ્ત હ્યુમ નદી પર ઝાડના લાકડાનો ઉપયોગ કરીને કામચલાઉ પુલ બનાવ્યો હતો. આ પુલની મદદથી તેમણે અસરગ્રસ્ત વિસ્તારમાંથી બે ઈજાગ્રસ્તને મહિલાઓને બચાવવામાં સફળતા મેળવી.
એક મહિલાનું મોત
- Advertisement -
મળતી માહિતી મુજબ, એસપી ગેજિંગ શેરિંગ શેરપાએ જણાવ્યું હતું કે, સફળ સ્થળાંતર અને જિલ્લા હોસ્પિટલમાં તાત્કાલિક પરિવહન છતાં, એક મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બીજી એક મહિલાની હાલત ગંભીર છે અને ત્રણ હજુ પણ ગુમ છે.
પોલીસે જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં અનેક ભૂસ્ખલન થયું હતું.
સિક્કિમમાં સોમવારે ફરી એક ભૂસ્ખલન
આ અઠવાડિયાની શરૂઆતમાં, સિક્કિમના ગ્યાલશિંગ જિલ્લામાં સોમવારે અડધી રાત્રે ભૂસ્ખલનની ઘટના સામે આવી હતી, જેમાં એક મહિલાનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, ભૂસ્ખલનથી મહિલાનું ઘર તૂટી પડ્યું હતું. મહિલાની ઓળખ થાંગશિંગ ગામની 45 વર્ષીય બિષ્ણુ માયા પોર્ટેલ તરીકે થઈ છે.




