રાજકોટ જિલ્લામાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. પારકી મિલ્કતો પચાવી જમીનોનો કબજો લઈ દાદાગીરી કરતાં આ ભૂમાફિયાઓ સામે કલેકટરે લાલ આંખ કરી છે.
આ અંગે ગઈકાલે કલેકટર કચેરી ખાતે લેન્ડગ્રેબિંગની બેઠક યોજાઈ હતી. જેમાં 30 કેસોની સુનવણી સામે ગ્રામ્યમાં એક વિરૂદ્ધ લેન્ડગ્રેબિંગની ફરિયાદ થઈ છે. વધુમાં ગઈકાલે લેન્ડગ્રેબિંગની બેઠકમાં જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ સહિત જિલ્લા પોલીસ વડા બલરામ મીણા, પ્રાંત અધિકારીઓ, જિલ્લાના ડેપ્યુટી કલેકટરો, તાલુકા મામલતદારો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જમીનો અને મિલ્કતોનો કબ્જો ફરી મૂળમાલિકને મળે અને દબાણકારો પર કાયદાનો સકંજો કસાય તે માટે રાજ્ય સરકાર દ્વારા લેન્ડગ્રેબિંગનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. ગઈકાલે યોજાયેલ બેઠકમાં 29 કેસોમાંથી અમુક કેસ પેન્ડિંગ રાખવામાં આવ્યા છે, તો અમુક કેસો દફતરે ચડ્યા છે અને ગ્રામ્યમાં એક વિરૂદ્ધ લેન્ડગ્રેબિંગની ફરિયાદ થઈ છે. આ બેઠકમાં 30 જેટલા કેસોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.



