જમીન પર ગેરકાયદે કબ્જો કતી સિમેન્ટ પ્રોડક્ટનું કારખાનું ઉભુ કરી દેવાયું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
મૂળી તાલુકાના સાયલા ગામે બે શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિગની અરજી કરવામાં આવી છે. જેમાં મુળી તાલુકાના સરલા ગામે સરકારી જમીન ઉપર બાંધકામ ખડકી દેવાની અનેક અરજીઓ એક બાદ એક સામે આવી રહી છે. તેવામાં મુળ સરલા ગામના ખેડૂત અને હાલ સુરત ખાતે રહેતા અર્જુનભાઈ મોહનભાઈ મિસ્ત્રી જેઓની સરલા ગામે આવેલી ખેતી લાયક જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી જમીન પચાવી પાડવાના ઈરાદે સરલા ગામના બળદેવભાઈ ગગજીભાઈ પટેલ અને અલ્પેશભાઈ બળદેવભાઈ પટેલ દ્વારા જમીન ઉપર સિમેન્ટ પ્રોડક્ટ બનાવતું કારખાનું ખડકી દેવામાં આવેલ છે એટલું જ નહિ કારખાના સાથે ત્રણ દુકાનો અને મોટું ગોડાઉન બનાવી ભાડે આપી દેવામાં આવેલ જ્યારે પાછળના ભાગે ગોપીનાથ સિમેન્ટ પાઈપની ફેકટરી ઊભી કરી દેવાતા સુરત રહેતા ખેતી લાયક જમીનના માલિક દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરમાં બંને વિરૂદ્ધ લેન્ડગ્રેબીંગ મુજબ અરજી દાખલ કરવામાં આવેલ છે.
- Advertisement -
ત્યારે ખેડૂતની જમીન પર પેશકદમી કરી દબાણ કરી દુકાનો, ગોડાઉનો વર્ષોથી ભાડે આપી આવક મેળવી રહેલા અને ખેતી લાયક જમીનમાં એન. એ કર્યા વગર જ સિમેન્ટ પાઈપનું કારખાનું શરુ કરતા જમીનના માલિક અર્જુનભાઈ મોહનભાઈ મિસ્ત્રી દ્વારા લેન્ડગ્રેબીંગ મુજબની અરજી દાખલ કરી જમીન પરત મેળવવા જિલ્લા કલેકટર સમક્ષ અરજી કરવામાં આવી છે.