રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવની શારીરિક તકલીફો સતત વધી રહી છે. એક તરફ જુના કૌભાંડ કેસ અને બીજી તરફ એક્સિડેન્ટના કારણે તેમની મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે. રવિવિરના પત્ની રાબડીના ઘરે સીડી પરથી પડી ગયા પછી તેમના ખભ્ભાનું હાડકું ભાંગી ગયુ છે, તેની સાથે જ આજે સવારે તેમની તબિયત અચાનક બગડી જવાથી તાત્કાલિક હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
લાલૂ પ્રસાદ યાદવની તબિયત બગડયા પછી તેમને પટનાની પારસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં ડોક્ટરે તેમને તાત્કાલિક આઇસીયુ વોર્ડમાં દાખલ કર્યા.
- Advertisement -
જો કે હાલમાં તેમની તબિયત સામાન્ય છે. પર્તુ ડોકટર્સનું કહેવું છે કે, લાલૂ પ્રસાદની બિમારીને જોતા સ્થિતિ ગંભીર છે. જો કે, આ પહેલા પણ તેમની તબિયત અચાનક બગડતા ઘણીવખત તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડયા છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા સીડી પરથી પડી જવાના કારણે તેમને ખભ્ભામાં ફ્રેકચર આવ્યું છે. તેમને પીઠના ભાગમાં પણ ઇજા થઇ છે.