લલ્લા બિહારીની અંતે ધરપકડ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. રાજસ્થાન ફરાર થયેલ લલ્લા બિહારીની અંતે ધરપકડ થઈ ચૂકી છે. હવે અનેક ખુલાસાઓ બહાર આવવાની પૂરી શક્યતાઓ છે. 29 એપ્રિલના રોજ તેના પુત્ર ફતેહ મોહમ્મદની ધરપકડ કરવામાં આવી હતી.
- Advertisement -
ચાર પત્નીઓ સાથે અલગ અલગ ઘરોમાં રહેતો
ક્રાઇમ બ્રાન્ચે હાથ ધારેલી તપાસ દ્વારા નહાર આવ્યું છે કે લલ્લા બિહારી તેની ચાર પત્નીઓ સાથે અલગ અલગ ઘરોમાં રહેતો હતો. હાલ તેની પત્નીઓ અને પુત્રવધૂની પૂછપરછ પણ કરવામાં આવી છે. તેના ઘરોમાં દરોડા પડતાં પૈસા ગણવાનું મશીન, ભાડા કરાર, ભાડાની રસીદો અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા. લલ્લા બિહારી તેની ગેરકાયદે સ્થળાંતરીત બાંગ્લાદેશીઓને મકાન-દુકાન ભાડે આપી કાળી કમાણી કરતો હતો જે તેની પહેલી પત્નીના ઘરે રાખતો.