14 જુલાઇના રોજ લલીત મોદીએ ઇન્સ્ટાગ્રામ પર જાહેર કર્યું હતું કે તેઓ સુષ્મિતા સેનને ડેટ કરી રહ્યા છે પણ હજુ સુધી એ બંનેના લગ્ન થયા નથી. જલ્દી જ લગ્ન કરવા વિશે એ બંને વિચારી રહ્યા છે.
અભિનેત્રી સુષ્મિતા સેન અને IPL પૂર્વ ચેરમેન લલિત મોદી એકબીજાને ડેટ કરી રહ્યા છે એ ખબર બહાર આવતાની સાથે જ સોશ્યલ મીડીયામાં લોકો બંને વિશે જ વાતો કરી રહ્યા છે. એમના લગ્ન થઈ ગયા છે એવી અફવા પણ ફેલાવવા લાગી હતી પણ આ વાતનું ખંડન કરતાં લલીત મોદીએ ટ્વીટ કરી લખ્યું હતું કે ” હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે અમે બંને એક બીજાને ડેટ કરી રહ્યા છીએ. હજુ સુધી લગ્ન નથી કર્યા, હા પણ થોડા જ સમયમાં લગ્ન કરી શકીએ છીએ. ”
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
આ સાથે જ એમણે હાલ ઇન્સ્ટાગ્રામમાં એક તસવીર શેર કરી આ વિશે આગળ માહિતી આપી છે. આ પોસ્ટ મુજબ 56 વર્ષના લલીત મોદી 26 વર્ષની સુષ્મિતા સેનને ડેટ કરી રહ્યા છે. વર્ષ 2010માં એ બંને ડેટ કરી રહ્યા છે એ અફવા ફેલાઈ હતી પણ હાલ એમણે પોસ્ટ કરીને એમના સંબંધને લોકો સામે જાહેર કર્યો છે. 14 જુલાઇના રોજ લલીત મોદીએ ઇન્સ્ટાગ્રામ પર જાહેર કર્યું હતું કે તેઓ સુષ્મિતા સેનને ડેટ કરી રહ્યા છે પણ હજુ સુધી એ બંનેના લગ્ન થયા નથી. જલ્દી જ લગ્ન કરવા વિશે એ બંને વિચારી રહ્યા છે.
Former IPL chairman Lalit Modi announces his wedding with actor Sushmita Sen. pic.twitter.com/rzvEKBmeNR
— ANI (@ANI) July 14, 2022
સાથે જ બન્નેના લગ્નની વાત અફવા છે તેવી માહિતી લલીત મોદીએ ટ્વીટ કરી આપી છે.આપને જણાવી દઈએ કે સુષ્મિતા સેન પૂર્વ મિસ યુનિવર્સ છે. અને લલીત મોદીના IPLના પૂર્વ ચેરમેન તેમજ ઉદ્યોગપતિ છે. તેમણે શેર કરેલા ફોટોમાં કેટલાક થ્રો બેક ફોટો પણ છે. લલીત મોદીએ સુષ્મિતા સેનને બેટર હાફ પણ બતાવી છે.
View this post on Instagram
લલીત મોદીએ ટ્વીટ કરી લખ્યું હતું કે ” હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે અમે બંને એક બીજાને ડેટ કરી રહ્યા છીએ. હજુ સુધી લગ્ન નથી કર્યા, હા પણ થોડા જ સમયમાં લગ્ન કરી શકીએ છીએ. આ સાથે જ લલીત મોદીએ સુષ્મિતા સેન સાથેના કેટલાક ફોટા શેર કર્યા હતા. જેમાં બંને રોમાંટિક અંદાજમાં નજર આવી રહ્યા છે.
આ પહેલા લલીત મોદીએ સુષ્મિતા સેન સાથે ફોટો શેર કર્યા હતા જેથી એવા સમાચાર આવ્યા હતા કે બંનેએ લગ્ન કરી લીધા છે. પણ ગણતરીની મિનિટોમાં જ લલીત મોદીએ ઉપરોક્ત ટ્વીટ કરી ફક્ત ડેટ પૂરતી જ વાત સીમિત રાખી છે. પણ આ પરથી લાગી રહ્યું છે કે આવનાર સમયમાં બંને લગ્નગ્રંથીથી જોડાય તો નવાઈ નહીં.