ગેસ પાઇપ લાઈન નાખતા સમયે પાણીની લાઈન તૂટી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ઝાંઝરડા રોડ પર ઘણા દિવસ થી ભૂગર્ભ ગટર, ગેસ લાઈન અને પીજીવીસીએલ ની લાઈનો નાખવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આજે અંડરબ્રિજ પાસે ટોરેન્ટ કંપની દ્વારા ગેસ લાઈન નાખવાની કામગીરી સમયે રોડ તુડવામાં આવ્યો હતો ત્યારે પાણીની પાઇપ લાઈન તૂટી જતા લાખો લીટર પાણી નો વેડફાટ થયો હતો અને પાણી ફુવારા છૂટ્યા હતા અને તમામ વેડફાઈ ગયેલ પાણી અંડરબ્રિજ ના રસ્તા પર ભરાયું હતું જેના લીધે રસ્તા પર પાણી ભરાતા રાહદારી અને વાહન ચાલકો મુશ્કેલી અનુભવી હતી આયોજન વગર ના અભાવે ઈન્જીનીયર ઉપસ્થિતિ વગર પાણીની પાઇપ લાઈન તૂટતાં ખોદકામ કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
જૂનાગઢ ઝાંઝરડા રોડ પર લાખો લિટર પાણીનો વેડફાટ
