મહારાષ્ટ્રના વધુ ભાવિકો દેવ દર્શને: સીડી પર લાંબી કતારો લાગી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમા પૂર્ણ થઇ છે ત્યારે આજે અંતિમ દિવસે કારતક સુદ પૂર્ણિમાના દિવસે વેહલી સવારથી ભાવિકોની પર્વત ઉપર ભીડ જોવા મળી હતી અને સીડી પર ભાવિકોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. ગિરનાર પર્વત પર આવેલ માં અંબા મંદિર અને ગુરુદત્ત શિખર દત્ત ભગવાન સહીત દેવ સ્થાનોમાં પૂર્ણિમાના દિવસે દર્શન કરવાની અનેરી શ્રદ્ધા છે ત્યારે પૂનમના દિવસે ગિરનાર પર્વત પર ભીડ વધુ જોવા મળેછે ત્યારે આજે પરિક્રમા પૂર્ણ થઇ છે અને પૂર્ણિમા હોવાને લીધે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા જેમાં મહારાષ્ટ્રના યાત્રિકો વધુ જોવા મળ્યા હતા.