વિસ્ફોટ પછી ઇમરજન્સી સાયરન વાગવા લાગ્યા, જ્યારે પોલીસ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા. આ વિસ્તાર લાહોરના પોશ સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ અને લાહોર આર્મી કેન્ટોનમેન્ટની નજીક આવેલો છે.
ભારતની ઓપરેશન સિંદુરની સર્જીકલ સ્ટ્રાઈકથી જે ઘાવ પડયા છે તે હજુ તે વચ્ચે હવે પાકિસ્તાનમાં આંતરિક રીતે પણ ગૃહયુદ્ધ જેવી સ્થિતિ બનવા જઈ રહી હોવાના સંકેત છે અને આજે પાકના પંજાબના પાટનગર લાહોર શહેરમાં એક બાદ એક ત્રણ વિસ્ફોટથી સમગ્ર મહાનગર હચમચી ગયુ છે અને જબરી અફડાતફડી જેવી સ્થિતિ બની છે.
- Advertisement -
હજુ 24 કલાક પુર્વેના ભારતના હુમલાના આઘાતમાંથી પાક બહાર આવ્યુ નથી. તે વચ્ચે લાહોરના બાલ્ટન એરપોર્ટ પાસે ગોપાલનગર અને નસીરાબાદ આસપાસ શક્તિશાળી વિસ્ફોટ નોંધાય છે અને હવામાં ધુમાડાના ગોટા તથા ધ્વંશ થયેલી ઈમારતોની ધુળ નજરે પડી રહી છે. આ હુમલાના પગલે લાહોર વિમાની મથક તુર્તજ બંધ કરી દેવાયુ છે અને અહી આવતી વિમાની સેવા અન્ય સ્થળે ડાઈવર્ટ કરાઈ છે. આ હુમલાના પગલે લાહોર સૈન્યની ટુકડીઓ દોડતી થઈ છે. લોકોને ઘરમાં જ રહેવા સલાહ અપાઈ છે. આ હુમલામાં જાનહાની અંગે હજુ કોઈ ખબર આવ્યા નથી પણ આ ધડાકાના અવાજ અનેક કિલોમીટર દુર સુધી સંભળાયા હતા.
આ વિસ્ફોટ એવા સ્થળે થયા છે તેની નજીક જ પાક સૈન્યની કોલોનીઓ આવી છે તથા નેશનલ વોર કોલેજ પણ આ ક્ષેત્રમાં આ હુમલા બાદ લાહોરમાં શાળાઓ અગાઉથી જ બંધ હતી. પણ ભારતના હુમલા બાદ જે રીતે દહેશતની સ્થિતિ પાક પર છે તેમાં આ ઉપરાછાપરી થયેલા વિસ્ફોટમાં લોકોની ચિંતા વધારી છે. આ વિસ્ફોટ શા કારણે થયા તે પણ હજું કોઈ માહિતી બહાર આવી નથી.