જૂનાગઢમાં માંગ સામે માત્ર 35% પુસ્તકો અને સાહિત્ય ઉપ્લબ્ધ
ખાનગી પ્રકાશનનાં સાહિત્યનાં ભાવમાં 20 ટકા જેટલો વધારો
- Advertisement -
નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા આડે ગણતરીનાં દિવસો અને પુસ્તક નહીં
ખાસ-ખબર સંવાદદાતા
ઉનાળું વેકેશન હવે પૂર્ણ થવામાં છે. સરકારી શાળાઓમાં 12 જુનનાં વેકેશન પૂર્ણ થશે અને 13 જુનથી નવા સત્રનો પ્રારંભ થશે. જૂનાગઢમાં કેટલીક ખાનગી શાળાઓમાં 1 જુનથી નવું સત્ર શરૂ થઇ જશે. નવું સત્ર શરૂ થાય તે પહેલા જૂનાગઢનાં બુકસ સ્ટોરમાં પુસ્તક સહિતનાં સાહિત્યની ખરીદીનો પ્રારંભ થયો છે. જૂનાગઢનાં બુકસ સ્ટોરમાં ભીડ જોવા મળી રહી છે. પરંતુ મોટી સમસ્યા પુસ્તકની અછતની છે. પુરતા પ્રમાણમાં પુસ્તક મળતા નથી. જેના કારણે વાલીઓમાં નિરાશા જોવા મળી છે. જૂનાગઢમાં માંગ કરતા 35 ટકા જ સાહિત્ય અને પુસ્તક આવી રહ્યાં છે. પાઠય પુસ્તકનાં ભાવમાં વધારો થયો નથી. પરંતુ ખાનગી પ્રકાશન દ્વારા તૈયાર કરવામાં આવેલા સાહિત્યનાં ભાવમાં વધારો થયો છે. ખાનગી પ્રકાશનનાં સાહિત્યમાં 20 ટકા જેટલો વધારો થયો છે. જૂનાગઢનાં વિક્રેતા સફીભાઇ દલાલે કહ્યું હતું કે, વેપારીઓને એપ્રિલ-મેમાં પુસ્તક મળી જતા હોય છે. આ સમયે તેમને પુસ્તક અને અન્ય સાહિત્ય મળી જતું હોય છે. હાલ પુસ્તકની અછત હોવાનાં કારણે પુરતો જથ્થો આવતો નથી. 35 ટકા જ સાહિત્ય આવી રહ્યું છે. તેમજ ધોરણ મુજબ પુરતા પુસ્તક આવતા નથી. ધોરણ 5 માં માત્ર ગુજરાતી વિષયની બુક આવી છે. અન્ય બુક આવી નથી. તેમજ અન્ય ધોરણમાં પણ આજ સ્થિતી છે. હાલ ટેકસ બુકનાં ભાવમાં કોઇ વધારો થયો નથી.
- Advertisement -