કોલસાની ખાણમાં ભેખડ પડતાં ત્રીસ વર્ષીય યુવાન મોતને ભેટ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં માનવજીવનની કોઈ કિંમત નહિ હોવાનું સામે આવે છે અહી અનેક શ્રમિકો મોતને ભેટ્યા છે છતાં ગેરકાયદેસર ધમધમતી કોલસાની ખાણો બંધ કરવા તંત્રનો એક પણ અધિકારી રાજી નહિ હોવાનું સાબિત થાય છે. ત્યારે કોલસાની ખાણોમાં અવાર નવાર મજૂરોના મોત થતાં નજરે પડે છે અને ફરી એક વખત ત્રીસ વર્ષીય યુવાન આ કોલસાની ગેરકાયદેસર ખાણમાં મોતને ભેટ્યો છે. આ વખતે મૂળી તાલુકાનાં અસુન્દ્રાળી ગામે ચાલતી ગેરકાયદેસર કોલસાની ખાણમાં ભેખડ પડતાં 30 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું.
જાણવા મળતી વિગતો અનુસાર મૂળી તાલુકાનાં અસુન્દ્રાળી ગામે ધમધમતી ગેરકાયદેસર કોલસાની ખાણમાં મજુર તરીકે કામ કરતા થાનગઢ તાલુકાના ખાખરાથળ ગામના 30 વર્ષીય શૈલેષભાઈ હકાભાઈ રંગપરાનું ભેખડ ઘસવાથી મોત નીપજ્યું હતું ગત સાંજે આ બનાવ બનવા પામ્યો હતો જ્યારે આ બનાવની જાણ અહી ગેરકાયદેસર કોલસાની ખાણ ખીડતા ખનિજ માફિયાઓને થતાં તેઓ દ્વારા તો પ્રથમ યુવાનના મૃતદેહને બહાર કાઢી અજ્ઞાત સ્થળે લઈ જઈ મામલો રફેડફે કરવાનો કીમિયો હાથ ધર્યો હતો છતાં “પાપ છાપરે ચડી પોકારે” તે કહેવતની માફક શ્રમિક યુવાનના મોત થયાની વિગત વાયુ વેગે પ્રસરી ગઇ હતી. જોકે મૂળી સ્થાનિક પોલીસ ઘટનાના કલાકો સુધી તમામ બાબતથી અજાણ હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે ખનિજ માફીયાઓ દ્વારા ધાર્મિક યુવાનની લાશને સગેવગે કરવા માટે કોલસાની ખાણમાંથી મૃતદેહ બહાર કાઢી કલાકો સુધી અજ્ઞાત સ્થળે સંગ્રી રાખ્યો હતો.
- Advertisement -
શ્રમિકના મોતથી પોલીસ અજાણ હતી કે જાણ હોવા છતાં કાર્યવાહી કરવા રાજી ન હતી ?
મૃતક શ્રમિકની લાશને કલાકો સુધી વાડી વિસ્તારમાં સંઘરી રાખી હતી
મૂળી પંથકના આસુન્દ્રાળી ગામે મોડી સાંજે કોલસાની ખાણમાં યુવાનનું મોત થવાની વિગત સમગ્ર જિલ્લામાં વાયુ વેગે પ્રસરી હતી. પરંતુ આ બાબતથી કોઈ અજાણ હોય તો તે માત્ર મૂળી પોલીસ હતી. કારણ કે ઘટનાના કલાકો બાદ પણ ઘટના સ્થળે ફરકી ન હતી. યુવાનનું ગેરકાયદેસર કોલસાની ખાણમાં ભેખડ ધસી જતા મોત પામ્યું હતી જે બાદ ખનિજ માફીયાઓ દકારારૂટકની લાશને ખાણમાંથી બહાર કાઢી કલાકો સુધી અજ્ઞાત સ્થળે વાડી વિસ્તારમાં લાશને સંઘરી રાખી બાદમાં મોડી રાત્રે પી.એમ વગર જ અંતિમ સંસ્કાર કરવાનો કીમિયો ઘડ્યો હતો.
- Advertisement -
શ્રમિક યુવાનના મોત બાદ પરિવાર સાથે શરૂ થયો “મોતનો સોદો”
ખાખરાથળ ગામના યુવાનનું આસુન્દ્રાળી ગામે કોલસાની ખાણમાં મોત થયા બાદ લાશને સગેવગે કરી મૃતક યુવાનના પરિવારજનો સાથે ખનિજ માફીયાઓ દ્વારા મોતનો સોદો કરવા બેઠક કરી હોવાની ચર્ચા.