નવાગામ ખાતે આવેલા મારૂતિ એન્ટરપ્રાઈઝને ત્યાં ચોરીનો બનાવ બનતાં કુવાડવા રોડ પોલીસની ટીમે કુલ ચાર આરોપીને ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગત તા. 29ના રોજ નવાગામ પાસે નારાયણનગર, કચ્છ હાઈવે ટ્રાન્સપોર્ટવાળી શેરીમાં આવેલા મારૂતિ એન્ટરપ્રાઈઝના ગોડાઉનમાં રાખેલા ટી.વી., હોમ થિયેટર, સાઉન્ડ બાર સહિતની અનેક વસ્તુઓની ચોરી કરતા આરોપી હેમાંગ જગદીશ જીંજવાડીયા, સુનીલ રણછોડ મોરવાડીયા, દર્શન જાદવભાઈ ગોધાણી, ભાવીન વિનોદ મોરવાડીયાને રૂા. 2.5 લાખથી વધુના મુદ્દામાલ સાથે કુવાડવા પોલીસ ઈન્સ્પેકટર વી. આર. રાઠોડ, હેડ.કો. અજયકુમાર નિમાવત, રાઈટર યુવરાજસિંહ જાડેજા તથા સુરેશભાઈ કુમખાણીયા તથા એ. બી. ઝાલા સહિતના સ્ટાફે ઝડપી પાડી યોગ્યસરની કાર્યવાહી હાથ ધરી છે.