૦ થી ૫ વર્ષના બાળકોના ૭૧ આધાર કાર્ડ ઇસ્યુ કરાયા
રાજકોટ :- કુપોષણ નાબૂદી અને પોષણયુક્ત શુદ્ધ આહાર- સ્વસ્થ બાળના ઉદ્દેશ સાથે સમગ્ર દેશ-રાજ્યમાં સપ્ટેમ્બર માસમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટ આઇ.સી.ડી.એસ. દ્વારા આયોજિત કાર્યક્રમમાં આજે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણના તાલુકાના ભાડલા ગામે વૃક્ષારોપણ પોષણ શપથ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

- Advertisement -
મંત્રીના હસ્તે સગર્ભા બહેનોને રોપા વિતરણ કરવામાં આવ્યું હતું. સેવા સેતુના ભાગરૂપે ૦ થી ૫ વર્ષના ૭૧ બાળકોના આધાર કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. પોષણ માસની ઉજવણી અંતર્ગત કઠોળની ટોપલીનું બહેનોને વિતરણ કરવામાં આવ્યું હતું.

મંત્રી એ બાળકો – માતાઓ અને કિશોરીઓ ઉપરાંત આંગણવાડી લાભાર્થીઓને ન્યુટીશીન કીટ પોષણ યુક્ત આહાર વિતરણ જન-જાગૃતિ સહિતના રાજકોટ જિલ્લા આઈ.સી.ડી.એસ.ની કામગીરીની વિગતો જાણી સમગ્ર ટીમની કામગીરીની પ્રશંસા કરી પોત્સાહિત કરી હતી.
- Advertisement -
આ કાર્યક્રમમાં પોગ્રામ ઓફીસર જિજ્ઞાશાબેન દવે, બાળ વિકાસ યોજના અધિકારી પૂજાબેન જોશી તેમજ ભાડલા ગામના આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.



