રાજપૂત ક્ષત્રિય ભાઈઓએ પરંપરાગત શાસ્ત્રોક્ત વિધીથી શક્તિ પૂજા કરી
ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
- Advertisement -
વીરતાનો વૈભવ, શૌર્યનો શૃંગાર,પરાક્રમની પૂજા,ક્ષત્રિયોનો તહેવાર એટલે વિજયદશમીના પાવન પર્વ નિમિતે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ખાતે ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ દ્વારા ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજની વાડી ખાતે સદીઓથી ચાલી આવતી ક્ષત્રિય સંસ્કૃતિ અને પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિવત રીતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનો અને આગેવાનો ઉપસ્થત રહ્યા હતા અને ધર્મ પરંપરાગત મુજબ શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રોનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને પૂજા દરમિયાન એવી પણ નેમ લેવામાં આવી છે કે જ્યારે જ્યારે આ દેશને જરૂર પડશે ત્યારે ક્ષત્રિયો ધર્મના રક્ષણ કાજે શાસ્ત્રો ઉઠાવશે અને અધર્મ સામે લડશે તેવું પણ નેમ આ તકે ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનો દ્વારા લેવામાં આવી હતી.