મેંદરડામાં ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી અને મહાસંમેલન રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની ઉપસ્થિતિમાં યોજાયું હતું. જેમાં ક્ષત્રિય સમાજના લોકો મોટી ઉપસ્થિત રહ્યાં હતાં.આ મહાસંમેલનમાં રાષ્ટ્રીય રાજપુત કરણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગા મેડી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવત,જૂનાગઢ જિલ્લા અધ્યક્ષ સમીરસિંહ વાળા, તાલુકા પ્રમુખ ચાપરાજભાઈ અને ક્ષત્રિય સમાજનાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતાં.આ સમેંલનમાં દરેક ક્ષેત્રમાં રાજકીય વ્યવસાયિક શૈક્ષણિક અને રોજગારી સમાજને પ્રતિનિધિત્વ મેળવવાનું હોય જેથી આવનારા દિવસોમાં જયાં જયાં સમાજનું પ્રભુત્વ છે ત્યાં પ્રતિનિધિત્વ મળવું જોઇએ એવો ધ્રુજારો વ્યકત કરાયો હતો. આવનારી વિધાનસભાની ચૂંટણીમાં જે પાર્ટી ક્ષત્રિયના પ્રભુત્વ વાળા સમાજને વિધાનસભાઓમાં ટિકિટ આપવામાં આવશે,એમની સાથે જ જોડાશે અને વિજય બનાવવા માટે પૂરો સાથ સહકાર આપવામાં આવશે. જો ટિકિટો નહીં આપવામાં આવે તો સમાજના ઉમેદવારને અપક્ષમાં ઉમેદવારી અપાવી વિજય બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. આગામી દિવસોમાં તમામ જિલ્લાઓમાં ક્ષત્રિય એકતા મહારેલી યોજાશે
મેંદરડામાં ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી અને મહાસંમેલન યોજાયું
Follow US
Find US on Social Medias