‘ઉમા કા લાલ’ ગણપતિ મહોત્સવમાં રાજકીય, સામાજિક મહાનુભાવો-શ્રેષ્ઠીઓએ આરતીનો લ્હાવો લીધો
સ્પીડવેલ ચોક કા રાજા ગણપતિ મહોત્સવના 11 દિવસીય આયોજનમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, હસાયરા, સ્પર્ધાઓની રમઝટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પશ્ર્ચિમ રાજકોટ વિસ્તારના નગરજનોમાં અનેરૂ આકર્ષણ ઉભું કરનાર કે.પી.એસ. ક્લબ દ્વારા આયોજિત ‘ઉમા કા લાલ સ્પીડવેલ ચોક કા રાજા’ના 11 દિવસીય ગણપતિ મહોત્સવમાં દરરોજ બહોળી સંખ્યામાં દર્શનાર્થી ભાવિકો, પાટીદાર મહાનુભાવો, રાજકીય સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓએ વિઘ્નહર્તા ગણેશજીના દર્શન અને આરતીનો લ્હાવો લઈ દરરોજ રાત્રે યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત માણી હતી. કે.પી.એસ. ક્લબ દ્વારા સ્પીડવેડ ચોક શ્રીનાથધામ હવેલીના ગ્રાઉન્ડમાં યોજાનાર ‘ઉમા કા લાલ’ ગણપતિ મહોત્સવમાં તા. 6 સપ્ટે. ને શનિવારે વિસર્જનના કાર્યક્રમ સાથે મહોત્સવની પૂર્ણાહુતિ કરાઈ હતી.
કે.પી.એસ. ક્લબના ચેરમેન સંદિપભાઈ માકડીયા, વાઈસ ચેરમેન બિપીનભાઈ બેરા, નરેન્દ્રભાઈ ઘેટીયા, એમ.ડી. પ્રફુલભાઈ કાથરોટીયા, સેક્રેટરી દિનેશભાઈ ચાપાણી, બોર્ડ ઓફ ડાયરેકટર જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા, ડો. કલ્પેશભાઈ ઉકાણી, અતુલભાઈ ભુત, યોગેશભાઈ કાલરીયા અને રજનીભાઈ ગોલના માર્ગદર્શન હેઠળ સ્પીડવેલ ચોકમાં ‘ઉમા કા લાલ’ ગણપતિ મહોત્સવમાં તા. 3 ને બુધવારે હાસ્યકાર ગુણવંત ચુડાસમાનો હસાયરો યોજાયો હતો. તા. 5 ને શુક્રવારે ગણપતિ મહોત્સવમાં બહેનો માટે રંગોળી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 350 ઉપરાંત બહેનોએ ભાગ લીધો હતો. વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
સ્પીડવેલ કા રાજા ઉમા કા લાલ ગણપતિ મહોત્સવમાં અતિથિવિશેષમાં ઉમિયાધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, સંગઠન સમિતિના કાંતિભાઈ ઘેટીયા ઉપસ્થિત રહ્યા હતા. બુધવારે ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, હાઈબોન્ડ ગ્રુપના મનસુખભાઈ પાણ, અરવિંદભાઈ પાણ, યુનીટી સિમેન્ટના પુનીતભાઈ ચોવટીયા, પરાગભાઈ, સહદેવભાઈ, રેડરેનના પ્રજ્ઞેશભાઈ રૈયાણી, દીકરાનું ઘરની ટીમ સુનીલભાઈ વોરા, નલીનભાઈ તન્ના, હસુભાઈ રાચ્છ, અનુપમભાઈ દોશી, પ્રમુખ બિલ્ડર્સના વિમલભાઈ લાલાણી, સર્વોદય સ્કૂલના ભરતભાઈ ગાજીપરા, રાજકોટ કોમર્સના વી. પી. વૈષ્ણવ, સત્યેન પટેલ, ટર્બો બેરીંગના પ્રતાપભાઈ પટેલ, શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદિપસિંહ જાડેજા, લઘુ ઉદ્યોગ ભારતીના હંસરાજભાઈ ગજેરા, શૈલેષભાઈ ચાપાણી, રમેશભાઈ ખાંટ, દિનેશભાઈ જીવાણી, ભાવેશભાઈ નગરીયા, જયંતીભાઈ પટેલ, ગીરીરાજ હોસ્પિ.ના ગૌરાંગભાઈ ઠક્કરએ ઉપસ્થિત રહી આરતીનો લ્હાવો લીધો હતો. તા. 4 સપ્ટે. ગુરુવારે ગણપતિ મહોત્સવમાં રીમલભાઈ કટારીયા, ભરાડ સ્કૂલના જતીનભાઈ ભરાડ, માનવ સેવા ટ્રસ્ટના મુકેશભાઈ મેરજા, બાલાજી વેફર્સના ચંદુભાઈ વિરાણી, ફોરર્ચ્યુન ગ્રુપના મીથુનભાઈ ડઢાણીયા, ઝેડ ઈવેન્ટના ધર્મેશભાઈ મકાતી, બેસ્ટ મયુરના જસ્મીનભાઈ ગોધાસરા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહેશભાઈ જીવાણી, નગર પ્રા. શિક્ષણ સમિતિના વિક્રમભાઈ પૂજારા, આસિ. કલેકટર મહેક જૈન, એસીપી ક્રાઈમ બ્રાંચના સી. એમ. પટેલ, પી.આઈ. સી. એચ. જાદવ, ડીસીપી રાકેશ દેસાઈ, અજંતા ગ્રુપના રીતેષભાઈ હદવાણી, અનીલભાઈ ભોરણીયા, શહેર ભાજપ મંત્રી ભરતભાઈ શીંગાળા, વોર્ડ નં. 13ના કોર્પોરેટર નીતિનભાઈ રામાણી, પ્રમુખ સંદીપભાઈ અંબાસણા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા, રમેશભાઈ ખુંટ, દિનેશભાઈ જીવાણી, ભોવાનભાઈ કલોલાએ ઉપસ્થિત રહી આરતી અને દર્શનનો લ્હાવો લીધો હતો. શુક્રવારે કે.પી.એસ. ક્લબની કમિટી મેમ્બર્સ તેમજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જેમીનભાઈ ઠાકર, ડી. વી. મહેતા, ભાજપ અગ્રણી દિવ્યરાજસિંહ ગોહીલ ઉપસ્થિત રહી આરતીનો લ્હાવો લીધો હતો.



