બાઈક અથડાવી અકસ્માત સર્જી, કાળું કપડું ઓઢાડી અપહરણ કરી ગોંધી રાખ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના કોઠારીયા સોલવન્ટમાં યુવાનને ગોંધી રાખી, હાથ પગ બાંધી પિસ્તોલ જેવું હથિયાર બતાવી વીજ શોક આપી બેફામ માર મારતા યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે વિધર્મી શખ્સોએ અગાઉ પણ ઝઘડો કર્યો હતો ગઈકાલે યુવકનો જન્મદિવસ હોવાથી મોડી રાત્રે ઉજવણી કર્યાં બાદ મિત્રો સાથે ઉભો હતો ત્યારે બાઈક અથડાવી ઝઘડો કર્યો હોવાનો આક્ષેપ કરતા આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજકોટના કોઠારિયા સોલ્વંત નારાયણનગરમાં રહેતા અને એસી ફીટીંગનું કામ કરતા યશ મુનાભાઇ ત્રિવેદી ઉ22 ગઈકાલે મોડી રાત્રે કોઠારીયા રેલવે સ્ટેશન પાસે હતો ત્યારે ગટીયો અને તેની સાથેના માણસોએ ઝઘડો કરી લોખંડના સળિયાથી હુમલો કરતા ઈજા થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો હોસ્પીટલના બિછાનેથી યુવકે જણાવ્યું હતું કે, તેનો જન્મદિવસ હોવાથી હોટલમાં બધા મિત્રો જમવા ગયા હતા. જમીને યશના ઘર પાસે બધા બાઈક પર બેઠા હતા ત્યાં એક શખ્સ બાઈક પર આવ્યો હતો તેણે યશના મિત્ર લક્ષ મહેશભાઈ હડિયલના પગ સાથે બાઈક અથડાવ્યું હતું જેથી બોલાચાલી થઈ હતી પછી બધા બોલાચાલી કરતા કરતા કોઠારીયા રેલવે સ્ટેશન ગયા હતા જે બાદ 12થી 15 લોકો આવી ગયા હતા તેઓ યશને માથા પર કાળું કપડું ઓઢાળી તેની સાથે તેના વિસ્તારમાં લઇ ગયા હતા જ્યાં ગોંધી રાખી બંને હાથ અને પગ દોરી વડે બાંધી દીધા હતા પછી વીજ કરંટ આપ્યો હતો પછી સળિયાથી માર માર્યો હતો પિસ્તોલ જેવું હથિયાર બતાવી ધમકી આપી હતી દેકારો કરતા કોઈ બે મહિલાઓ આવી ગઈ હતી અને યશને છોડાવ્યો હતો આક્ષેપો અંગે આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.