મહારક્તદાન કેમ્પ તેમજ પરિવારના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
તા. 5ના રોજ મવડી પાળ રોડ ઉપર આવેલા સેન્ડબેરી ગાર્ડન ખાતે ગુજરાતના સમસ્ત કોટડીયા પરિવાર દ્વારા સ્નેહમિલન સાથે સેવાની જ્યોત સમાન દર વર્ષની જેમ આ વર્ષે પણ મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહારક્તદાન કેમ્પ દ્વારા એકઠું થયેલું રક્ત જરૂરિયાતમંદ દર્દીઓને આપવામાં આવશે. તદ્ઉપરાંત કોટડીયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પરિવારના તેજસ્વી તારલાઓ (વિદ્યાર્થી)ને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે. આ તકે કોટડીયા પરિવારના પ્રમુખ દિલીપભાઈ કોટડીયા (ડી. કે. પટેલ), ઉપપ્રમુખ પ્રજ્ઞેશભાઈ પરસોતમભાઈ કોટડીયા, મંત્રી છગનભાઈ ઠાકરશીભાઈ કોટડીયા, સહમંત્રી જતીનભાઈ પ્રેમજીભાઈ કોટડીયા, ખજાનચી સાગરભાઈ રમેશભાઈ કોટડીયા, લાલજીભાઈ કોટડીયા, નવીનભાઈ કોટડીયા તેમજ પરિવારના ટ્રસ્ટીઓ તથા તેની ટીમ દ્વારા અન્ય સમાજના સર્વે પરિવારોને પણ સ્નેહમિલન સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિરૂપે મહારક્તદાન કેમ્પ કરવાને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
‘ખાસ-ખબર’ની મુલાકાતે આર્યન ભગત તેમજ મનીષ વઘાસીયા આવ્યા હતા.