કોલકાતામાં ડૉકટરો 5મી ઓક્ટોબરની સાંજથી ભૂખ હડતાળ શરૂ કરી હતી. અત્યાર સુધીમાં ચાર ડૉકટરોની તબિયત લથડી છે જેની સારવાર ચાલી રહી છે.
કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ બાદ હત્યા કેસનો મામલો હજુ ઉકેલાયો નથી. પીડિતાને ન્યાય અપાવવાની માગ સાથે ડૉકટરોનો દેખાવ હજુ પણ ચાલુ છે. ડૉકટરો તેમની માંગણીઓને લઈને અડગ છે અને માંગણીઓ માટે ભૂખ હડતાળ પર ઉતરી ગયા છે. ગત રાત્રે એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના જુનિયર ડૉક્ટર પુલસ્થ આચાર્યની અચાનક તબિયત લથડી હતી. અત્યાર સુધીમાં ચાર ડૉકટરની તબિયત લથડી છે જેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
- Advertisement -
ડૉકરોની અનિશ્ચિત મુદની ભૂખ હડતાળ
ગઈકાલે (રવિવાર) પુલસ્થ આચાર્યને અચાનક જ પેટમાં તીવ્ર દુખાવાની ફરિયાદ થતા તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પુલસ્થ આચાર્ય ચોથા ડૉક્ટર છે જેમને ભૂખ હડતાળ દરમિયાન તબિયત બગડવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પીડિતા માટે ન્યાયની માંગણી કરતા આ ડૉકટરો છેલ્લા 10 દિવસથી અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ પર બેઠા છે. વિરોધ કરી રહેલા ડૉક્ટર અને આરોગ્ય સચિવ એન.એસ. કોર્પોરેશનને તાત્કાલિક હટાવવા માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે કોલકાતામાં દુષ્કર્મ અને હત્યા કેસ મામલે ડૉકટરો 5 ઓક્ટોબર સાંજથી ભૂખ હડતાળ શરુ કરી છે.
અત્યાર સુધીમાં 4 ડૉક્ટરોની તબિયત લથડી
- Advertisement -
અ ચોક્કસ મુદતના આમરણાંત ઉપવાસ પર બેઠેલા 11 ડૉક્ટરોમાંથી અત્યાર સુધીમાં ચારની તબિયત લથડી છે. પુલસ્થ આચાર્ય પહેલા આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના અનિકેત મહતો, કોલકાતા મેડિકલ કોલેજ અને હોસ્પિટલના અનુસ્તુપ મજૂમદાર અને ઉત્તર બંગાળ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના આલોક વર્માની તબિયત લથડી હતી.
ડૉકટરો તેમની માગ પર અડગ
કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં બનેલી આ ઘટનાને લઈને 9 ઓગસ્ટના રોજ ડૉક્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા. ગયા મહિને, રાજ્ય સરકારની ખાતરી પછી, તેઓએ 42 દિવસ બાદ 21મી સપ્ટેમ્બરે તેમનુ આંદોલન સમાપ્ત કર્યું હતું. ત્યારે હવે બંગાળમાં આજથી ડૉકટરોએ ફરી 48 કલાકની હડતાળનું એલાન કર્યું છે. ડૉકટરો તેમની માગ પર અડગ છે.
150થી વધુ ડૉકટરોના રાજીનામા
રાજ્યની વિવિધ મેડિકલ કોલેજોના વરિષ્ઠ ડૉકટરોએ ગયા અઠવાડિયે ટ્રેઈની મહિલા ડૉકટરોને ન્યાયની માંગ સાથે હડતાળ પર બેઠેલા જુનિયર ડૉકટરોના સમર્થનમાં સામૂહિક રાજીનામું આપ્યું હતું. આરજી કર હોસ્પિટલના 100થી વધુ વરિષ્ઠ ડૉકટરોએ તેમના રાજીનામા આપ્યા છે. આ ઉપરાંત ઉત્તર બંગાળ મેડિકલ કોલેજના 50 વરિષ્ઠ ડૉકટરોએ સામૂહિક રાજીનામું આપ્યા હતા.