બોલીવુડની ઝાકઝમાળમાં દબાયેલા સનસનીખેજ રહસ્યોને ખોલનાર સ્ટાર્સની જિંદગીના ચટપટા ખોલનાર, રેપીડ ફાયરથી આગ લગાવવાની ક્ષમતા રાખનાર કરણ જોહરનો ચર્ચિત ટોક શો ‘કોફી વીથ કરણ’ પોતાની આઠમી સીઝનની સાથે પરત ફર્યો છે.
આ સીઝનના પહેલા મહેમાન બન્યા છે બોલીવુડના પાવરફુલ કપલ- દીપિકા પદુકોણ અને રણવીરસિંહ. કાળા રંગના કપડામાં પહોંચેલા દીપિકા-રણવીર પોતાની કેમીસ્ટ્રીની એકદમ હોટ લાગી રહ્યા છે.
- Advertisement -
શોનો પહેલો એપિસોડ બન્નેની રિયલ લાઈફની કેમીસ્ટ્રી મતલબ પ્રેમ કહાની પર આધારિત હતા. અહીં રણવીર અને દીપિકાએ ખુલાસો કર્યો હતો કે, કેવી રીતે બન્ને રામલીલાના શુટીંગ દરમિયાન પહેલી વાર મળ્યા અને કયારે પ્રેમની ચિનગારી ભડકી અને કેવી રીતે માલદીવના એક ટાપુ પર લગ્નનો પ્રસ્તાવ કર્યો, ઘરવાળાઓની શું પ્રતિક્રિયા રહી હતી વગેરે વાતો કરી હતી.
View this post on Instagram- Advertisement -
આ સિવાય દીપિકા-રણવીરસિંહના લગ્ન તો એકસ્કલુઝીવ વિડીયો ફુટેજ હાઈલાઈટ થયો હતો. આ એપિસોડ ઈમોશન્સ અનો રોમાન્સથી ભરપુર હતો, પણ જે એન્ટરટેઈનમેન્ટ, મસ્તી મજાક કોફી વીથ કરણમાં જોવા મળે છે તે અહીં ગાયબ હતા.
રેપિડ ફાયર દરમિયાન એક રોચક ખુલાસો એ રહ્યો કે, કરણ કયારેક રણવીર, દીપિકા અને રણબીરકપુરને લઈને રાજકપુરની ફિલ્મ ‘સંગમ’ની રિમેક બનાવવા માંગતો હતો. જયારે ઈમ્પોસ્ટર ગેમ બોરીંગ હતી, આથી આપ જો કરણની જૂની ગરમા ગરમ હોટ કોફીના શોખીન છો તો આ એપિસોડ થોડો નિરાશ કરી દે છે, પરંતુ દીપિકા-રણવીરના ફેનને તેમની પ્રેમ કહાનીના સિક્રેટ જાણવા મળી શકે છે.