બે ઈસમો પાસેથી અઢી લાખનો મુદામાલ જપ્ત
ખાસ-ખબર સંવાદદાતા
કોડીનાર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીનો અનડિટેકટ ગુનાહ ને ડિટેકટ કરતી સોમનાથ એસઓજી પોલીસ સોના ચાંદી ના દાગીના ચોરી કરનાર બે ઈસમો ને ઝડપી પાડવામાં સફળતા મળી હતી એસઓજી પોલીસને ચોક્સ બાતમીના આધારે કોડીનાર વડનગર બાયપાસ ચોકડી પાસેથી સોનાના દાગીના સાથે નીકળતા બે ઈસમો ની તલાશી લેતા તેની પાસેથી 26.480ગ્રામ સોનુ જેની કિમંત રૂપિયા 1.19.400 અને ચાંદી 74.200 ગ્રામ જેની કિમંત 1.22.550 નો મુદામાલ મળી આવ્યો હતો. ઝડપાયેલ આરોપી વિશાલ કાના વાજા અને નગીન તેજા વાજા બંને રહેવાસી કોડીનાર વાળા ને ઝડપી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી હતી.