મંગોલિયાના એક સુખી-સંપન્ન પરિવારમાં જન્મેલો એક 8 વર્ષનો છોકરો આજકાલ ચીનની આંખમાં ખુંચી રહ્યો છે. ચીન ઇચ્છે છે કે તેઓ કોઇ પણ રીતે આ બાળકની કસ્ટડી તેમની પાસે લઇ લે, પરંતુ મંગોલિયા આવું થવા દેવા નથી માંગતું. કારણકે આ બાળકની ખાસિયત છે કે, તે તિબ્બતી બોદ્ધના ત્રીજા સૌથી મોટા ધર્મગુરૂ 10માં ખલજા જેટસન ધમ્પા રિનપૌછેનો પુર્વજન્મ માનવામાં આવી રહ્યો છે.
જો કે, બૌદ્ધ ધર્મના આધ્યાત્મિક નેતા દલાઇ લામાએ ખુદ આ બાળકને એક ઉચ્ચ દરરજો આપ્યો છે. આ બાળકનું નામ એ અલ્તાન્નાર છે, જેમની ઉંમર માત્ર 8 વર્ષની છે. આ બાળક દલાઇ લામા અને પંચેન લામા પછી બૌદ્ધ ધર્મના ત્રીજા સૌથી મોટા ધર્મગુરૂ બની ગયા છે. ઉલ્લેખનીય છે કે, બૌદ્ધ ધર્મમાં ધર્મગુરૂઓનો પુર્નજન્મનું ખાસ મહત્વ હોય છે. એવામાં એ અલ્તાન્નારને તિબટના ધર્મગુરૂના રૂપમાં માન્યતા આપવા માટે ભારતના હિમાચલ પ્રદેશમાં ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનાથી ચીન વધારે ગુસ્સે ભરાયું છે. જણાવી દઇએ કે, હિમાચલ એ જગ્યા છે, જ્યાં 87 વર્ષના દલાઇ લામા નિવાસ કરી રહ્યા છે. તિબટની હાલની સરકાર પણ આ જગ્યાએથી કામ કરી રહી છે.
- Advertisement -
સુખી-સંપન્ન પરિવારમાં જન્મ્યો છે આ બાળક
સ્થાનીક મીડિયા રિપોર્ટ અનુસાર, એ અલ્તાન્નારનો જન્મ એક સંપન્ન પરિવારમાં થયો છે. જેથી કોઇએ વિચાર પણ નહોતો કર્યો કે તેઓ આટલી નાની ઉંમરમાં તિબ્બતના ધર્મગુરૂની રાહ પર નિકળી પડશે. જો કે, આ બાળકને બૌદ્ધ ધર્મના આધ્યાત્મિક નેતાને પૂર્વ જન્મના રૂપમાં માન્યતા આપવાના પગલાને લઇને ચીન નારાજ છે.
ચીની સરકારે જાહેર કર્યો આદેશ
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2007માં એક આદેશ જાહેર કર્યો હતો કે, કેવળ કોમ્યુનિસ્ટ પાર્ટીને બૌદ્ધ લામાઓને પસંદ કરવાનો અધિકાર છે. જેને ચીનથી બહાર કોઇ વ્યક્તિ કે સમૂહ પ્રભાવિત કરી શકતું નથી. એવામાં મંગોલિયાઇ લોકોને ડર છે કે દલાઇ લામાના આ નિર્ણયથી નારાજ ચીન તેમનો દેશ સિવાય કોઇ મોટી કાર્યવાહી કરી શકે છે.
કેવી રીતે આ બાળકની પસંદગી કરવામાં આવી
જો કે, કોઇ બીજા બાળક સાથે મંગોલિયાની રાજધાની ઉલાનબટારમાં એક વિશાળ મઠમાં લઇ જવામાં આવ્યા, જ્યાં બોળકોને ધાર્મિક વસ્તુઓ રાખેલું ટેબલ દેખાડવામાં આવ્યું. જેની સાથે જ ત્યાં બાળકોનું ધ્યાન હટાવવા માટે બીજી વસ્તુઓ રાખવામાં આવી હતી.



 
                                 
                              
        

 
         
         
        