પેરિસ ઓલિમ્પિકમાં ગઇકાલે મનુ ભાકરે 10 મીટર એર રાઈફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ હવે આજે ત્રીજા દિવસની મેચો રમાશે, જેમાં ભારતને ત્રણ મેડલ મળવાની આશા છે.
પેરિસ ઓલિમ્પિક માટે ભારત માટે બીજો દિવસ ઘણો મહત્વનો હતો. ભારતને પેરિસ ઓલિમ્પિકનો પહેલો મેડલ બીજા દિવસે મળ્યો. મનુ ભાકરે 10 મીટર એર રાઈફલમાં બ્રોન્ઝ જીત્યો હતો. એવામાં ત્રીજા દિવસે ફરી એકવાર શૂટર્સ મેડલની આશા રાખશે.
- Advertisement -
ઓલિમ્પિકમાં આજે ત્રીજા દિવસની મેચો રમાશે, જેમાં ભારતને ત્રણ મેડલ મળવાની આશા છે. આમાં બે મેડલ વ્યક્તિગત ખેલાડીઓ અને એક ટીમ દ્વારા જીતી શકાય છે. શૂટિંગમાં બે વ્યક્તિગત મેડલ આવી શકે છે. બાકીની તીરંદાજીમાં એક મેડલ મળવાની આશા છે. ભારત આજે ઓલિમ્પિકમાં તીરંદાજી, બેડમિન્ટન, શૂટિંગ, હોકી અને ટેબલ ટેનિસની ઈવેન્ટ્સમાં ભાગ લેશ.
ગઇકાલે 22 વર્ષની શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તે શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ જીતનારી દેશની પ્રથમ મહિલા એથ્લેટ બની છે. હવે ત્રીજા દિવસે ભારત રમિતા જિંદાલ અને અર્જુન બબુતા 10 મીટર એર રાઈફલ અને પુરુષોની તીરંદાજ સ્પર્ધામાં ગોલ્ડ મેડલની આશા રાખશે.
આ સિવાય મેન્સ ટ્રેપ ક્વોલિફિકેશન માટે બપોરે 1 વાગ્યે, 10 મીટર એર રાઇફલ મહિલા ફાઇનલ બપોરે 1 વાગ્યે, 10 મીટર એર રાઈફલ મેન્સ ફાઈનલ બપોરે 3:30 વાગ્યે યોજાશે. એ બાદ હોકીમાં મેન્સ પૂલ બી મેચ સાંજે 4:15 વાગ્યે અને ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સ રાત્રે 11:30 વાગ્યે યોજાશે.