ભારતમાં દર મહિને મોટી સંખ્યામાં કારોનું વેચાણ થાય છે. આ કારોમાં ગ્રાહકો ખાસ રંગની કારોને વધુ પસંદ કરે છે. ભારતમાં કાર કંપનીઓ વિવિધ રંગોની કારોની ઓફર કરે છે તેમાં બ્લુ, બ્લેક, સિલ્વર, ગોલ્ડન, ગ્રે જેવા અનેક રંગો સામેલ છે પરંતુ આમાં સૌથી વધુ ગ્રાહકો સફેદ રંગની કારને પસંદ કરે છે.
એક અનુમાન ભારતમાં 40 ટકા કારો સફેદ રંગની હોય છે. સફેદ રંગની કારોના કેટલાક ફાયદા પણ છે. જેના કારણે લોકો આ રંગની કારો પસંદ કરે છે. સફેદ રંગની કારોની સફાઈ ઘણી સરળ હોય છે જયારે અન્ય રંગની કારો સાફ કરવામાં વધુ સમય અને શ્રમ લાગે છે.
- Advertisement -
આ ઉપરાંત સફેદ રંગની અન્ય રંગની તુલનામાં ગરમ નથી થઈ જતી, ઠંડી રહે છે. સફેદ રંગ સૂર્યની ગરમીને પરત ફેંકે છે જયારે અન્ય રંગોની કારો સૂર્યની ગરમીને શોષી લે છે, જેથી આ કારો ગરમ રહે છે. બીજી બાજુ સફેદ રંગને વધુ શુધ્ધ માનવામાં આવે છે. આ રંગ સકારાત્મકતાનું પ્રતીક છે. રિસેલમાં પણ તેના વધુ પૈસા મળે છે.