ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટના વિવાદને લઇને હવે મુંબઇ પોલીસે તપાસ તેજ કરી છે.આ બધા વચ્ચે શોમાં જજ તરીકે રહેલા આશીષ ચંચલાની અન અપૂર્વા મખીઝાએ શોના ફોર્મેટ અને જજની ફી અંગે અનેક ખુલાસા કર્યા છે.
મુંબઇ પોલીસે યુટ્યુબર અને સ્ટેન્ડઅપ હાસ્ય કલાકાર સમય રૈનાના શો ઇન્ડિયાના ગોટ લેટન્ટ પરની તપાસ વધુ તીવ્ર બનાવી છે. ખાર પોલીસે અત્યાર સુધીમાં આ કેસમાં છ લોકોના નિવેદનો નોંધ્યા છે. પોલીસે આશિષ ચંચલાની અને અપૂર્વા માખિજા તેમજ શો સાથે સંકળાયેલા ત્રણ ટેક્નીકલ લોકોનું નિવેદન નોંધ્યું છે. આ સાથે, પોલીસે સ્ટુડિયોના માલિક બલરાજ ઘાઇનું નિવેદન પણ નોંધ્યું છે, જ્યાં શો શૂટ કરવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં આ કેસમાં FIR નોંધાવવાનો કોઈ નિર્ણય લીધો નથી. પોલીસ કહે છે કે તે શો સાથે સંકળાયેલા લોકોનું નિવેદન લેવામાં આવ્યા છે આ પછી ફરિયાદ અંગે નિર્ણય લેવામાં આવશે.દરમિયાન, આશિષ ચંચલાની અને અપૂર્વા માખિજાએ પોલીસ પૂછપરછમાં ઘણા ઘટસ્ફોટ કર્યા છે.
- Advertisement -
આ શો સ્ક્રિપ્ટ નહોતો અને જજોને પૈસા મળતા નથી
અપૂર્વા મખિજા અને આશિષ ચંચલાનીએ ખાર પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું છે કે ભારતના India’s Got Lalent સ્ક્રિપ્ટેડ નથી. શોમાં, જજ અને સહભાગીઓને કહેવામાં આવે છે કે તમારે ખુલ્લેઆમ વાત કરવાની છે .આ શોમાં જજને પૈસા આપવામાં આવતા નથી.જો કે, શોના કટેંટ જજને તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની છુટ આપવામા આવી છે. પ્રેક્ષકો તરીકે આ શોમાં જોડાવા માટે ટિકિટ લેવી પડે છે. ટિકિટના વેચાણથી જે પણ પૈસા આવે છે, શોનો વિજેતા આપવામાં આવે છે.
પોલીસે સમય રૈનાને આપ્યુ અલ્ટીમેટમ
- Advertisement -
સમય રૈનાના વકીલોએ મુંબઈ પોલીસ સમક્ષ હાજર થવા માટે સમય માંગ્યો છે. આ દરમિયાન, રૈનાના વકીલોએ મુંબઈ પોલીસને કહ્યું હતું કે હાલમાં સમય યુ.એસ. પ્રવાસ પર છે અને તે 17 માર્ચે મુંબઇ પાછો ફરશે. આ પછી, મુંબઈ પોલીસે રૈનાની ટીમને સ્પષ્ટપણે કહ્યું છે કે પોલીસ તપાસ ઘણા દિવસ સુધી રોકી શકાતી નથી,એટલા માટે સમયને 14 દિવસની અંદર પોલીસ સમક્ષ હાજર થવુ પડશે
શું છે સમગ્ર વિવાદ?
પ્રખ્યાત યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં મહેમાન તરીકે ગયો હતો. આ એપિસોડમાં તેની સાથે જસપ્રીત સિંહ, આશિષ ચંચલાની અને અપૂર્વ માખીજા જેવા કન્ટેન્ટ ક્રિએટર્સ પણ હતાં. શો દરમિયાન રણવીરે એક વાંધાજનક પ્રશ્ન પૂછ્યો હતો. રણવીર અલ્હાબાદિયાએ એક સ્પર્ધકને તેના માતા-પિતાના શારિરિક સંબંધને લઈ કેટલીક અશ્લીલ ટિપ્પણીઓ કરી સવાલ કર્યો હતો. રણવીરના આ સવાલને કારણે તેને ખુબ જ ટ્રોલ કરવામાં આવ્યો અને તેના સવાલ પર લોકોએ વાંધો ઉઠાવ્યો. લોકોની ટિપ્પણીઓ બાદ સમગ્ર વિવાદ શરૂ થયો.
રણવીરનો વીડિયો વાયરલ થયા પછી તેની ટીકા થવા લાગી અને વિવાદ ઉભો થયો. મામલો એટલો વધી ગયો કે તેની સામે ફરિયાદ અને FIR દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો અને માફી પણ માંગી, પોતાની ભૂલ સ્વીકારી અને કહ્યું કે શોમાં જવું એ ખોટો નિર્ણય હતો. આ સાથે રણવીર અલ્લાહબાદિયાએ વિનંતી કરી હતી કે આ એપિસોડમાંથી તેમની ટિપ્પણી દૂર કરવામાં આવે. ચાલી રહેલી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને અને રણવીર અલ્લાહબાદિયાની વિનંતી પર આ એપિસોડ હવે યુટ્યુબ પરથી કાઢી નાખવામાં આવ્યો છે.