ધતુરાની ઉત્પત્તિના મૂળ સ્થાન તરીકે ભારતના દાવા જેટલો જ મજબૂત દાવો અમેરિકાનો છે
સદીઓથી ધતુરાની વિવિધ પ્રજાતિઓ વિવિધ દેશની વિવિધ સંસ્કૃતિઓમાં સન્માનીય રહી છે. અર્થાત્ એવું નથી કે દેવાધિદેવ મહાદેવને અતિપ્રિય એવા ધતુરાને કેવળ આપણે હિન્દુઓ જ ઓળખી છીએ. સાચું કહું તો આ દિવ્ય વનસ્પતિને આપણે બહુ ઓછી સમજી શક્યા છીએ. આયુર્વેદમાં તેના ઔષધીય ગુણોનું વિસ્તૃત વર્ણન હોવા છતાં આયુર્વેદ સંલગ્ન લોકોએ લોકોને તેનો સાચો પરિચય આપવાનું જરૂરી માન્યું નથી. વનસ્પતિશાસ્ત્રની પરિભાષામાં ધતુરો સોલાનેસી એટલે કે અત્યંત ઘાતક એવા નાઇટશેડ પરિવારનો સભ્ય છે. જોકે આ ટામેટાં, બટાકા, રીંગણા અને મરી જેવા નિર્દોષ અને ખાદ્ય છોડ પણ આ જ વનસ્પતિ કુળના સભ્ય છે. તેને કેપ્સિકમ જીનસના ફળ ગણવામાં આવે છે. આ જીનસની વનસ્પતિઓ વિશ્વના ગરમ અને ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં વ્યાપકપણે જોવા મળે છે. તેમાં ભ્રમણાઓ પેદા કરવા માટે અતી સક્ષમ ગણાતા ડી. ઇનોક્સિયા, ડી. સ્ટ્રેમોનિયમ, ડી. મેટેલ, ડી. રાઇટી, ડી. સેરાટોકૌલા, ડી. ક્વેર્સીફોલિયા, ડી. ટેટુલા, જેવા છોડનો પણ સમાવેશ થાય છે.
ધતૂરો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ દુસ્તુરા કે દહાતુરા પરથી ઉતરી આવ્યો હોવાનું ભાષાશાસ્ત્રીઓ માને છે. જેનો અર્થ થાય છે “દૈવી મદ્યપાન” જેવો થાય છે. તેના ફૂલ સામાન્ય રીતે સફેદ જિ આછા પીળા, લાલ અને કાળાશ પડતા ઘેરા જાંબલી રંગના હોય છે. તે હળવી સુગંધ પણ ધરાવતા હોય છે. તેના બીનું કદ અખરોટ જેટલું મોટું હોય છે અને તે કાંટાથી ઢંકાયેલ હોય છે. અંગ્રેજીમાં તેને થોર્ન એપલ કહે છે. ધતૂરો ભારત સિવાય પણ અમેરિકા યુરોપ આફ્રિકાના અનેક દેશો સુધી ફેલાયેલો છે. વિશ્વની અનેક સંકૃતીઓમાં તેને દિવ્ય પવિત્ર અને પૂજનીય ગણવામાં આવે છે. વિશ્વના અનેક વિશાળ બોટનિકલ ગાર્ડનમાં તે આજે પણ શોભાયમં છે. અનેક યુદ્ધો દરમિયાન તેનો ઉપયોગ ઘાયલ સૈનિકોની સારવાર માટે થયો છે. આવા આ મહાન છોડના ઔષધીય ગુણો પણ જોઈ લઈએ.
ભોળેનાથને ચઢાવવામાં આવતા ધતૂરામાં રહેલા ઔષધીય ગૂણોને કારણે શિવજીને તે ખાસ પ્રિય છે. આ એક એવો છોડ છે જેના મૂળથી લઈને ફૂલ સુધી દરેક તત્વ ઔષધિય ગુણોથી સભર છે.
- Advertisement -
પગમાં સોજો
જો પગમાં સોજો આવી જતો હોય તો ધતૂરાના પાનને પીસીને લગાવવાથી સોજો ઓછો થાય છે અને રાહત મળે છે.
ગઠિયાનો દુ:ખાવો
જે લોકો સાંધાના દુ:ખાવાથી પીડિત હોય તે ધતૂરાના પંચાંગનો રસ નીકાળીને તેને તલના તેલમાં ઉકાળે. તે તેલથી માલિશ કરીને ઉપર ધતૂરાનું પાન બાંધી લો.
કાનમાં દુ:ખાવો
કાનના દુ:ખાવામાં ધતૂરો ઘણો ફાયદાકારક સાબિત થાય છે. સરસવના તેલમાં ગંધકની સાથે સાથે થોડા ધતૂરાના પાનનો રસ મિક્સ કરો. પછી સ્લો ફ્લેમ પર તેને ગરમ કરો અને કાનમાં 2 ટીપાં નાખો. અનુસંધાન પાના નં. 10
- Advertisement -
કેવળ ભારત જ નહીં, દુનિયાભરના દેશોમાં જગત આખાની તમામ સંસ્કૃતિઓમાં વિચક્ષણ ઔષધીય ગુણો માટે ધતૂરો સન્માનથી પુજાતો રહ્યો છે
ધતૂરાના પાન અને કાળા મરી એક સરખા પ્રમાણમાં ગણીને પીસી લો અને આ ચૂરણની અડદની દાળ જેટલી નાની-નાની ગોળીઓ બનાવી લો અને દિવસમાં 2 વાર 1-1 ખાઈ લો. (નિષ્ણાંત વૈદ્યની સલાહ લઈને જ આ કરવું) ધતૂરાના બીજને પીસીને તેમાં થોડા પ્રમાણમાં દાઢની ખાલી જગ્યામાં ભરો, તેનાથી દાંતના કીટાણુઓ નાશ પામે છે અને દુખાવામાં રાહત મળે છે. ભગવાન શિવ કૈલાશમાં રહે છે અને તે અત્યંત ઠંડો પ્રદેશ છે. અહીં એવા આહાર અને ઔષધિની જરૂર હોય છે જે શરીરને ઉષ્મા આપે. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી ધતૂરો જો સિમિત માત્રામાં લેવામાં આવે તો તે ઔષધિનું કામ કરે છે અને શરીરને અંદરથી ગરમ રાખે છે. દેવી ભાગવત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે વિષપાન બાદ અશ્વિની કુમારોએ ભાંગ, ધતૂરો, વેલ વગેરેથી શિવજીની વ્યાકુળતા દૂર કરી હતી. આયુર્વેદના અનુસાર ધતૂરામાં રહેલા ઔષધિય ગુણ ઘાને રૂઝવવા અને શારીરિક ક્ષમતા વધારવામાં મદદ કરે છે.
પુરુષોની શારીરિત ક્ષમતા માટે વરદાન
પુરુષો માટે ધતૂરાનું સેવન કોઈ વરદાનથી ઓછું નથી. જેનાથી તેમની શારીરિક ક્ષમતા વધે છે. જેના સેવન માટે લવિંગ અને ધતૂરાના બીજને સમાન માત્રામાં પીસી લો. જે બાદ તેમાં મધ ભેળવીને નાની ગોળીઓ બનાવી લો. રોજ સવારે એક ગોળી ખાઓ. ફેરફાર તમે પોતે અનુભવી શકશો.
ઘાને કરી શકે છે ઠીક
જો તમારા શરીર પર કોઈ ઉંડો ઘા થયો છે તો તમે ધતૂરાની મદદથી તેને ઠીક કરી શકો છો. તેને આપણે એન્ટિસેપ્ટિક દવા તરીકે ઉપયોગમાં લઈ શકીએ છે. જેનાથી કોઈપણ ઘા જલ્દી ભરાઈ શકે છે. જો કે એ વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે, તેનો ઉપયોગ વધુ ઉંડા ઘા પર ન કરવામાં આવે. કારણ કે તેનો ઉપયોગ આપણી ત્વચાના ઉપરના સ્તર પર જ કરવાનો છે.
ટાલને કરી શકે દૂર
ટાલથી પરેશાન લોકો તેના રસને પ્રભાવિત જગ્યા પર લગાવી શકે છે. તેને રસમાં એવા વિશેષ ગુણ હોય છે, જે સીબમને સ્વસ્થ કરે છે અને ટાલિયાપણાની સમસ્યાને રોકે છે. ધતૂરાના રસને તલના તેલ સાથે મિક્સ કરીને લગાવવાથ દર્દીને ફાયદો મળે છે.
દમની ફરિયાદ કરી શકે દૂર
જે લોકોને દમની ફરિયાદ છે તેમના માટે ધતૂરો ફાયદો કરાવી શકે છે. તેનો ઉપયોગ કરવા માટે ધતૂરાના અપામાર્ગ અને જવાસા નામની જડીબૂટીની સાથે મળીને ચૂરણ બનાવી લો. હવે તેને રોજ સુંઘવાથી સમસ્યા દૂર થઈ જશે.
કાનના દર્દમાં કારગર
કાનના દર્દ અને સોજાની સ્થિતિમાં તમે ધતુરાનો પ્રયોગ કરી શકો છો. ધતૂરામાં એન્ટી-ઈન્ફેલ્મેટ્રી અને એન્ટી-સેપ્ટિક ગુણો હોય છે. જેથી તે કાનના દર્દીને ઠીક કરી શકે છે.
ધતૂરાના પાનની ભસ્મ અને કાળા મરી એક સરખા પ્રમાણમાં લઈને પીસી લો અને આ ચૂરણની નાની-નાની ગોળીઓ બનાવી લો અને દિવસમાં 1-1 ખાઇ લેવાથી મેલેરિયાના તાવમાં આરામ મળી શકે છે
જે મહિલાઓને ગર્ભધારણ કરવા માટે સમસ્યા રહેતી હોય તેમણે ધતૂરાના ફળની રાખનું 2.5 ગ્રામ ચૂરણ લઇને તેમાં અડધી ચમતી ગાયનું ઘી મિક્સ કરીને દરરોજ મધ સાથે ચાટવુ જોઇએ, આનાથી ગર્ભધારણ કરવામાં મદદ મળે છે
મર્યાદિત માત્રામાં કરો ઉપયોગ
ધતૂરાની તાસીર ખૂબ જ ગરમ હોય છે. જો આપણે ધતૂરાનું સેવન અતી સુક્ષ્મ માત્રામાં કરવાથી તે એક પ્રકારે ઔષધિનું કામ કરે છે. પરંતુ ભૂલથી પણ તેનું વધારે સેવન ન કરો. તે શરીર માટે હાનિકારક હોય શકે અને ગંભીર પરિણામો સર્જી શકે છે.
તમને જણાવી દઈએ કે ધતૂરામાં કેટલાક ઝેરી તત્વો હોય છે.જે વ્યક્તિના શરીર માટે ખૂબ જ હાનિકારક હોય શકે છે. જેથી નિષ્ણાંતોની પ્રત્યક્ષ દેખરેખ વીના તેના પ્રયોગ ન જ કરવા. તેનો ઉપયોગ કરવાથી પહેલા ડોક્ટરની સલાહ લો. ધતૂરાનો ખાવામાં બિલકુલ ઉપયોગ ન કરવો જોઈએ. તે જીવલેણ નિવડી શકે છે.
ધતુરાના ફૂલના પાવડરમાં શીલાજીત મિક્સ કરીને તેની પેસ્ટ નો લેપ કરવાથી અંડકોષમાં બળતરા, પેટમાં બળતરા, સાંધાના સોજા અને હાડકાંના સોજામાં ઘણો ફાયદો થયો જોવા મળે છે.
ધતુરા બીજની રાખને સવારે, બપોરે અને સાંજે લેવાથી લાભ થાય છે. તાવ આવે તે પહેલા ધતૂરાના બીજના પાવડરને લગભગ એક ચતુર્થાંશ ખાવાથી દર્દીને લાભ થાય છે. ધાતુરાના પાન, સોપારી અને કાળા મરીનો સરખા પ્રમાણમાં પીસી લો અને તેની ગોળીઓ બનાવો. દિવસમાં 2 વખત 1 ગોળી લેવાથી તાવ રાહત મળે છે.
કાનમાં દુખાવાની સમસ્યામાં પણ રાહત મેળવવા માટે ધતૂરો ફાયદાકારક છે. સરસવના તેલમાં ગંધકની સાથે સાથે થોડો ધતૂરાના પાનનો રસ મિક્સ કરી લો, હવે ધીમા તાપે તેને ગરમ કરી લો અને કાનમાં 2 ટીપા નાખો. આમ કરવાથી કાનમાં દુખતું સારું થશે.
ધતુરા બીજની રાખ બનાવવી. આ ચુર્ણનો 1-1 ગ્રામ દરરોજ 8-10 દિવસ એકવાર લેવાથી હાથ-પગમાં વધુ પરસેવો થવાનો રોગ મટે છે. આશરે 1 ગ્રામનો ચોથો ભાગ, ધતુરાના બીજ ખાવાથી, હાથ-પગમાં પરસેવો આવતા દર્દીને લાભ થાય છે.
ધતૂરાની તાસીર ખૂબ જ ગરમ હોય છે, ધતૂરાનું સેવન અતી સુક્ષ્મ માત્રામાં કરવાથી તે એક પ્રકારે ઔષધિનું કામ કરે છે પરંતુ ભૂલથી પણ તેનું વધારે સેવન ન કરો તે શરીર માટે હાનિકારક હોઇ શકે અને ગંભીર પરિણામો સર્જી શકે છે
હરસ અને ભગંદર ઉપર ધતુરાના પાંદડા શેકીને બંધાય છે. ગઠીયા રોગ હોય તો ધતુરાના બીજનું તેલ ઘસવામાં આવે છે. ધતુરાના કોમળ પાંદડા ઉપર તેલ લગાવો અને આગ ઉપર શેકીને બાળકના પેટ ઉપર બંધો તેનાથી બાળકની શરદી દુર થઇ જાય છે. અને ફોડકા ઉપર બાંધવાથી ફોડકા સારા થઇ જાય છે.
ધતૂરાના બીજને પીસીને થોડા પ્રમાણમાં દાઢની ખાલી જગ્યાઓ પર ભરો, તેની મદદથી દાંતના કીટાણુઓ નાશ પામે છે અને દુખાવામાં રાહત મળે છે. પગમાં સોજો આવી જવાની સમસ્યાથી વારંવાર હેરાન થાવ છો તો ધતૂરાના પાનને પીસીને લગાવવાથી સોજાની સમસ્યામાં રાહત મળે છે.
જે લોકો સાંધાના દુખાવાથી પીડિત હોય તે ધતૂરાના પાનનો રસ કાઢીને તેને તલના તેલમાં ઉકાળી તેલ તૈયાર કરવું આ તેલથી માલિશ કરીને ઉપર ધતૂરાના પાનને બાંધી લેવા. આમ કરવાથી સંધાના દુખાવામાં રાહત મળતી જણાશે.
25 ગ્રામ સરસવનું તેલ, ધતૂરાના પાનના 100 ગ્રામ રસ લો અને ઓછા તપ પર પકાવો, જ્યારે ફક્ત તેલ બાકી રહે ત્યારે તેને બોટલમાં રાખો. વાળ પર આ તેલ લગાવવાથી માથાના જૂ મરી જાય છે. ધતુરાનું દૂધ છાતી પર લગાડવાથી શ્વાસ અને હ્રદયની બીમારી દૂર થઈ જાય છે. ધતુરાના પાંદડા છાતી અને પીઠ પર અથવા પાંદડાના ઉકાળા સાથે માલિશ કરવાથી ફેફસાંના સોજામાં ફાયદો થાય છે.
જો કૂતરું કરડે છે તો ધાતુરાના પાનના રસમાં લાલ મરચું નાંખીને કરડેલા ભાગ પર લગાવવાથી રાહત મળે છે. ધાતુરાના ફૂલને પીસીને સૂકવી લો અને તેનો ધુમાડો કરો. આમ કરવાથી દમનો રોગ નાશ પામે છે. ધાતુરના પાન પીવાથી ખાંસી પણ સારી થાય છે.
જો આંખોમાં દુખાવો થાય છે, તો પાકેલા ધતુરાના પાનનો રસ અથવા લીમડાના નરમ પાનનો રસ અથવા બંને પાંદડાઓનો રસ ભેળવીને કાનમાં નાખવાથી આંખોનો દુખાવો મટે છે. ધતુરાના પાનને ગરમ કરો અને તેનો રસ કાઢો. આ રસને સતત 15 દિવસ કાનમાં નાખવાથી બહેરાશ દૂર થાય છે.
જે મહિલાઓને ગર્ભધારણ કરવા માટે સમસ્યા રહેતી હોય તેમણે ધતૂરાના ફળની રાખનું 2.5 ગ્રામ ચૂરણ લઇને તેમાં અડધી ચમતી ગાયનું ઘી મિક્સ કરીને દરરોજ મધ સાથે ચાટવુ જોઇએ. આનાથી ગર્ભધારણ કરવામાં મદદ મળે છે. ધતૂરાના પાનની ભસ્મ અને કાળા મરી એક સરખા પ્રમાણમાં લઈને પીસી લો અને આ ચૂરણની નાની-નાની ગોળીઓ બનાવી લો અને દિવસમાં 1-1 ખાઇ લેવાથી મેલેરિયાના તાવમાં આરામ મળી શકે છે.
નોંધ: ધતૂરો અત્યંત ઝેરી વનસ્પતિ હોવાથી તેના પ્રયોગો નિષ્ણાંત તબીબની દેખરેખ હેઠળ પોતાની જવાબદારીએ કરવા…