IPLની આ 9 મેચો પછી જો આપણે પોઈન્ટ ટેબલ પર જઈએ તો તે ખૂબ જ રસપ્રદ બની ગયું છે. હાર જીતના નિર્ણય સાથે પોઈન્ટ ટેબલ પર દરરોજ મોટા ફેરફારો જોવા મળે છે.
IPL 2023ના પહેલા અઠવાડિયામાં 9 મેચો રમાઈ છે. એવામાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ સિવાય લગભગ તમામ ટીમોએ 2-2 મેચ રમી છે. એવામાં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટકરાશે. નોંધનીય છે કે લખનૌની આ ત્રીજી મેચ હશે.
- Advertisement -
RCB ટોપ 3માંથી 7મા સ્થાને આવી ગઈ
IPLની આ 9 મેચો પછી જો આપણે પોઈન્ટ ટેબલ પર જઈએ તો તે ખૂબ જ રસપ્રદ બની ગયું છે. હાર જીતના નિર્ણય સાથે પોઈન્ટ ટેબલ પર દરરોજ મોટા ફેરફારો જોવા મળે છે. એવામાં ગુરુવારે કોલકાતાની જીત બાદ કંઈક આવું જ જોવા મળ્યું. જણાવી દઈએ કે ગઇકાલના કોલકાતા અને રાજસ્થાનના આ મેચ પછી ટોપ 3માં રહેલી RCBની ટીમ એક હારને કારણે સીધી 7મા સ્થાને આવી ગઈ હતી.
KKR 7મા સ્થાનેથી ત્રીજા સ્થાને પહોંચી
પહેલી મેચમાં પંજાબ સામે હાર્યા બાદ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 7મા સ્થાને હતી પણ આરસીબીને 81 રનથી હાર આપ્યા બાદ આ ટીમ સીધી ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. તો તેની સામે RCBને ગઇકાલની મેચમાં હારનો સામનો કરવો પડ્યો તો ટીમ ત્રીજા સ્થાનેથી 7માં સ્થાને સરકી ગઈ.
- Advertisement -
નોંધનીય છે કે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સની ટીમ તેની શરૂઆતની બંને મેચ જીતીને ટોપ પર છે અને પંજાબ કિંગ્સની ટીમ બીજા નંબર પર છે. બંને ટીમે શરૂઆતની બંને મેચ જીતી છે પણ નેટ રન રેટના સંદર્ભમાં પંજાબની ટીમ ગુજરાતથી પાછળ છે.