મોદી-યોગીના ફોટાવાળી પતંગોનું ધૂમ વેચાણ, ગત વર્ષની સરખામણીએ 20 ટકાનો ભાવ વધારો
મકરસંક્રાંતિ તહેવારને હવે ગણતરીનાં દિવસો જ બાકી છે. ત્યારે રાજકોટની બજારોમાં જથ્થાબંધ વેપારીઓને ત્યાં પતંગ, દોરી અને ફીરકીનું વેચાણ થવા લાગ્યું છે. જો કે, આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ બ્રેક જીત હાંસલ કરતા મોદી અને યોગીના ફોટાવાળી પતંગો જોવા મળી રહી છે. નરેન્દ્ર મોદી સાથે પતંગોમાં વેલકમ ચિત્તાસ ઈન ઈન્ડિયા લખેલી પતંગો પણ જોવા મળી રહ્યા છે.
- Advertisement -
આ સિવાય આ વખતે પતંગના રો-મટીરીયલના ભાવોમાં ધરખમ વધારો થયાનું જાણવા મળ્યું હતું. આથી આ વર્ષે પતંગ, દોરી અને ફીરકીમાં ગત વર્ષની સરખામણીએ 20 ટકાનો ભાવ વધારો હોવાનું જોવા મળ્યું હતું. (તસવીર : જયેશ રાવરાણી, કૌશિક ગોંડલિયા)