ખાસ-ખબર સંવાદદાતા
દીવ ગોમતી માતા નાગવા બીચ ખાતે દીવ પ્રશાસનના પ્રવાસન વિભાગ દ્વારા પતંગ મહોત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી હતી.દીવ કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભા, દીવ પોલીસ અધિક્ષક પીયૂષ ફૂલખેલે નિરાકર, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ડો.વિવેક કુમાર, દીવ નગરપાલિકાના અધ્યક્ષા હેમલતાબેન દિનેશ સોલંકી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ લક્ષ્મીબાઈ, અન્ય જનપ્રતિનિધિઓ, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ અને સામાન્ય જનતા આ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.
દરેક વ્યક્તિએ પતંગ ઉડાડીને આ તહેવારની ઉજવણી કરી હતી અને પરસ્પર પ્રેમ અને સૌહાર્દનો સંદેશો આપ્યો હતો.પતંગ ઉડાવવાનો આ તહેવાર ઊંડું સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. ઉત્તરાયણ શિયાળાનો અંત અને સૂર્યની ઉત્તર તરફની યાત્રાને કારણે લાંબા દિવસોની શરૂઆત દર્શાવે છે, તેમજ તેને ઉત્તરાયણના શુભ સમયગાળા તરીકે પણ ઓળખવામાં આવે છે.