મૂકબધિર બાળક રાજસ્થાનથી ટ્રેનમાં પોરબંદર આવી ગયો અને સુદામા ચોકમાં રિક્ષાવાળાને મળ્યો જેને પોલીસ સ્ટેશને જાણ કરતા બાળકને ફરી પરિવારને સોંપવામાં આવ્યો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.27
- Advertisement -
પોરબંદરના સુદામા ચોક ખાતેથી 14 વર્ષીય અરવિંદ ધર્મવીર સિંહ નામક મૂક બધિર બાળક રીક્ષાવાળાને મળ્યો હતો. આ તકે કર્મનિષ્ઠા રાખી રીક્ષાવાળાએ પોલીસને જાણ કરતા બાળકને પોલીસ સ્ટેશને લઇ જવાયો ત્યાં જાણ થઈ કે બાળક માત્ર લખી શકે છે બોલી શકતો નથી. ત્યારે લખીને બાળકે આપવીતી જણાવી કે રાજસ્થાન થી ટ્રેન માં કોઇ કારણ સર બાળક પહોંચી ગયો હતો અને ત્યાં બાળકના માતાપિતા ચિંતાતુર હતા. અને સદ્ભાગ્યે બાળકના પિતાએ ચિઠ્ઠીમાં ફોન નંબર લખી આપેલ હતો જે નંબર પર ફોન કરવાથી અને વ્હોટ્સએપ પર બાળકનો ફોટો મોકલી એકબીજાની ખરાઈ કરવામાં આવી હતી.
અને માલુમ પડ્યું કે બાળક મૂળ રાજસ્થાન વતની જે બરકોલી જિલ્લાના ગામના ઉચેન ભરતપુરનો રહેવાસી હતો. જે કોઇ કારણસર રાજસ્થાનથી ટ્રેન માં પોરબંદર આવી પહોંચ્યો હતો. અને શુક્રવારે બાળક અરવિંદના પિતા પોરબંદરના કીર્તિમંદિર પોલીસ સ્ટેશન પર આવી પહોંચ્યા હતા અને ત્યાં ભરત મિલાપ જેવા દ્રશ્યો મુકબધિર બાળકનું પરિવાર સાથે મિલાપ કરતી વખતે રચાયા હતા.જે કામગીરીમાં કીર્તિમંદિર પોલીસ મથકના પી.આઈ જે.જે.ચૌધરી તથા પો.હેડ.કોન્સ એસ.વી.પઠાણ, પો.કોન્સ ભુપેન્દ્રસિંહ ઝાલા વગેરે દ્વારા હાથ ધરવામાં આવી હતી.