મહાઠગે ભલભલાને બાટલીમાં ઉતાર્યા છે!
મહાઠગ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સવાલોનો સામનો કરશે
- Advertisement -
મહાઠગ કિરણ પટેલને લઈને ક્રાઈમ બ્રાંચની ટીમ શુક્રવારે મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચી હતી. માજી મંત્રીના ભાઈનો સિંધુભવન રોડ પર આવેલો 15 કરોડનો બંગલો પચાવી પાડવા કિરણ પટેલ અને તેની પત્ની માલિનીએ નકલી ડોક્યુમેન્ટ્સ ઊભા કર્યા હતા, જેમાં ક્રાઇમ બ્રાંચે અગાઉ માલિનીની ધરપકડ કરી હતી. જ્યારે કિરણ પટેલને જમ્મુ કાશ્મીર પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ લવાયો છે. જે બાદ હવે ક્રાઈમ બ્રાન્ચ ઠગ કિરણ પટેલને બપોરે 3 વાગ્યે મેટ્રો કોર્ટમાં રજૂ કરશે અને 14 દિવસના રિમાન્ડ માંગશે.
મહાઠગ કિરણ પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ મોડી રાતે અમદાવાદ લઈને આવી છે. કિરણ પટેલે અનેક લોકોને ઠગ્યા હોવાની વિગતો પણ સામે આવી છે. તેમાં તે પોતે પીએમઓનો અધિકારી હોવાની વાતો કહેતો હતો અને અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ભાજપના પૂર્વ મંત્રીના ભાઈનું મકાન પચાવી પાડવાની ફરિયાદ કિરણ પટેલની અને તેની પત્ની માલિની સામે નોંધાઈ છે. જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન બોર્ડર સુધી જઈ આવેલો કિરણ પટેલ હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મહેમાન બન્યો છે. ક્રાઈમ બ્રાન્ચ ઠગ કિરણને બપોરે 3 વાગ્યે મેટ્રો કોર્ટમાં રજૂ કરશે અને 14 દિવસના રિમાન્ડ માંગશે.
પોતાની લોભામણી વાતોથી લોકોને ફસાવીને લાખો રૂપિયાની ઉચાપતમાં સામેલ હોવાની અનેક વિગતો કિરણ પટેલ સામેની બહાર આવી રહી છે. કિરણ પટેલ ભાજપના પૂર્વ મંત્રીના ભાઈનું મકાન પચાવી પાડવાના કેસમાં અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. કિરણ પટેલ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો છે, જેમાં તે અને તેની પત્નીએ જગદીશ ચાવડાનું મકાન પચાવી પાડ્યું હતું, આ સંદર્ભે કાર્યવાહી કરવામાં આવી રહી છે.



