ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રદેશ પ્રેરીત દરેક શહેરમાં હેલ્થ હોસ્પિટલ કમિટિ છે
હોસ્પિટલમાં આવતા શ્રમજીવી, ગરીબ, નિરાધાર દર્દીઓને આ સમિતિ મદદરૂપ થશે
- Advertisement -
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ મહામંત્રી પદે જીતેન્દ્ર વાણીયાને જવાબદારી સોંપી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ અમિતભાઈ ચાવડાની મંજુરીની અપેક્ષાએ માનવ સેવા, દર્દી સેવા કરવાના ઉદેશથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની હેલ્થ એન્ડ હોસ્પીટલ કમિટિમાં રાજકોટ શહેર ઉપ પ્રમુખપદે કિરણ મકવાણા, મહામંત્રી પદે જીતેન્દ્ર વાણીયાની નિમણુંક કરવામાં આવી છે. હોસ્પિટલમાં આવતા શ્રમજીવી, ગરીબ, નિરાધાર દર્દીઓને મદદરૂપ, સહાયરૂપ માર્ગદર્શક અને રાહબર બની માનવ સેવાની કામગીરીથી કોંગ્રેસપક્ષની પ્રતિષ્ઠામાં વધારો કરવા તેઓની નિમણુંક કરાય છે.
તેઓની આ નિમણુંક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રેરીત હેલ્થ એન્ડ હોસ્પીટલ કમિટિના ચેરમેન ભીખુભાઈ દવે, હેમાંગભાઈ વસાવડા-જી.પી.સી.સી વાઈસ પ્રેસીડેન્ટ, હેલ્થ હોસ્પીટલ કમિટિ રાજકોટ શહેર પ્રમુખ ગીરીશ વાણીયા, અમનભાઈ ગોહેલ, જગદીશ સાગઠીયા, હિરેન મકવાણા, નરેશ પરમાર સહીતનાઓએ ઉપપ્રમુખ કિરણ મકવાણા મો. 96385 53678, મહામંત્રી જીતુ વાણીયા મો. 98259 18185 અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને ગુજરાત પ્રદેશના ચેરમેન ભીખુભાઈ દવેએ કિરણ મકવાણા અને જીતેન્દ્ર વાણીયાના કાર્યને ધ્યાનમાં લઈ માનવસેવા-દર્દીસેવા કરવાના ઉદેશથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટીમાં રાજકોટ શહેર ઉપપ્રમુખ પદે નિમણુંક કરી છે.