નિતાંતરીત: નીતા દવે
આપણા ધાર્મિક શાસ્ત્ર અનુસાર પૂરા બ્રહ્માંડનું ઉદગમ બિંદુ એટલે મહાદેવ..!ધર્મ, સંપ્રદાય, અને જાતિના વાડા ને વેગડા કરીએ તો દરેક જીવ ની ઉત્પતિ શિવ માંથી થયેલી છે. આવું આપણા સનાતન હિંદુ ધર્મના પૌરાણિક શાસ્ત્રમાં લખાયેલું છે.આ સત્યના અનુસંધાને ચાલીએ તો દરેક જીવત્વના આરાધ્ય શિવને ગણી શકાય.
સત્યમ શિવમ સુન્દરમશિવજીનો સત્ય સાથે એક અતૂટ સંબંધ છે. સત્ય એટલે જ શિવ અને જ્યાં શિવત્વ જીવંત છે તે દરેક વસ્તુ સુંદર છે.
- Advertisement -
આજના આ સમયમાં શ્રાવણ માસમાં મહાદેવની ભક્તિ કરી તેને રીઝવવાના પ્રયત્નોમાં લાગેલા આપણે સૌ શિવત્વ ને કેટલા પચાવી શક્યા છીએ.? તે અગત્યનો પ્રશ્ર્ન છે. શિવત્વ એટલે સત્યનો પર્યાયદરેક ના જીવનમાં કેટલાક સત્ય હોય છે જે બહારની દુનિયાથી કદાચ અજાણ હોય.સામાન્ય રીતે લોકો દંભ અને દેખાવ કરીને વાસ્તવિકતાઓને ઢાંકી દેવાનો પ્રયાસ કરતા હોય છે.પરંતુ સત્ય તેની જાતે અને તેના સમયે ઉજાગર થઈને જ રહેતું હોય છે.
શાસ્ત્રોમાં વર્ણવેલી સમુદ્ર મંથનની ઘટનાને વ્યવહારિક દ્રષ્ટિકોણ થી મૂલવીએ તો દરેક વ્યક્તિની અંદર એક સમુદ્ર મંથન જીવન પર્યંત ચાલતું રહેતું હોય છે ક્ષીર સાગર એટલે મનુષ્યની જીવન યાત્રા,મંદરાચલ પર્વત(મેરુ પર્વત)એટલે વ્યક્તિના આદર્શો-સિદ્ધાંતો,વાસુકી નાગ એટલે સમય ચક્ર..!વાસુકી નાગ નાં બન્ને છેડે જોડાયેલું રહે છે, સત્ય અને અસત્ય.ઝજ્ઞ બય જ્ઞિ ક્ષજ્ઞિં જ્ઞિં બય..!વ્યક્તિ જીવનભર સમયાંતરે સારા-ખરાબ,સફળતા-નિષ્ફળતા,અજવાસ અને અંધકાર વચ્ચે વલોવાતો રહે છે. સમુદ્ર મંથન ને અંતે નીકળેલા અમૃત કળશ રૂપી સમૃદ્ધિ અને સફળતા માટે ઘણા જ સબંધો હકદાર બની જતા હોય છે.પરંતુ જીવનની ડાર્ક સાઈડ સમાન કલાકુટ વિષ પીનાર શોધ્યું પણ જડતું નથી..! બસ અહીંયા જ તફાવત પડે છે શિવ અને જીવ વચ્ચેનો.જે સંબંધ જે વ્યક્તિ તમારા જીવનના સત્યરૂપી હળાહળ ઝેર ને પચાવી શકે એ જ સંબંધ એ જ લાગણી તમારી આરાધ્ય બની શકે..!
દરેક વ્યક્તિ માં ગુણ અને અવગુણ બન્ને હોવાના.એવું ક્યારેય શક્ય ન બને કે કોઈ એક વ્યક્તિત્વ સર્વ ગુણ સંપન્ન હોય.પરંતુ આપણે દ્રષ્ટિગોચર માત્ર અવગુણને જ કરીએ છીએ અને ગુણોમાં રહેલા સૌદર્ય ને બાદ કરી દઈએ છીએ.આપણે બધા મેકઅપના યુગમાં જીવીએ છીએ.ચહેરાની કુરૂપતા છુપાવતા મોહરાઓ પહેરી ને લીપા પોતી કરતાં સમાજ માં જીવીએ છીયે. કહેવાનો ભાવાર્થ એ બિલકુલ નથી કે વ્યક્તિએ દરેક સામાજિક દરજ્જાઓ પ્રત્યે પારદર્શી રહેવું.આવું શક્ય ન બની શકે એ સહજ બાબત છે. પરંતુ કમ સે કમ જે અંગત છે જેને આપણે સ્વજન કહીએ છીએ તેમની પાસે તો પારદર્શિતા જ જીવવી જોઈએ .
આપણે માત્ર ગુણોને જ આવકાર્ય છીએ અને વ્યક્તિમાં રહેલી ક્ષતિઓને અવગણીએ છીએ . બસ ત્યાંથી જ સંબંધોના વિચ્છેદની શરૂઆત થતી હોય છે.કારણ કે ગુણને સ્વીકારનાર તો ઘણા મળી રહેશે.દરેક વ્યક્તિ ઉજાસ ને આવકારે છે.પરંતુ જે અંધકારને અજવાસી શકે અથવા વ્યક્તિમાં રહેલી ક્ષતિ,ખામી કે અવગુણોનો સ્વીકાર કરી અને સાથે ચાલી શકે એ સંબંધ એ લાગણી અને એ સંવેદના જ કાયમી જોડાઈને રહી શકે. પરંતુ મહદઅંશે સંબંધોની દુનિયામાં આવા ગુણ પારખું સગપણ નહીવત જોવા મળે છે.
- Advertisement -
દરેક વ્યક્તિના સ્વભાવની કેટલીક મર્યાદાઓ હોય છે .જે આપણે તેની સાથે સંબંધમાં જોડાયા પહેલાં જ જાણતા અને સમજતા પણ હોઈએ છીએ છતાં સ્વીકારી શકતા નથી અને ત્યાંથી જ લાગણીઓ વચ્ચે અહમની પાતળી દીવાલ ચણાવવાનું શરૂ થઈ જાય છે.થોડા સમય પહેલા ટીવીમાં એક જાહેરાત આવતી.. ૠ‘₹ 9ઇં *0 .ૠ0 9ઇં! આમ તો આ કોઈ ખાદ્ય પદાર્થની જાહેર ખબર હતી. પરંતુ જો આ વાક્યને સંબંધો ની ફિલોસોફી બનાવી દેવામાં આવે તો કેટલી લાગણી કેટલા સંબંધો જે માત્ર નાના મોટા અહમ દોષના કારણે છૂટી ગયા હોય એ સબંધો ખરેખર ફરી થી જીવંત થઈ શકે.
જીવનમાં ભૂલ કરવી એ બહુ સહજ બાબત છે. ભૂલનો સ્વીકાર કરવો એ પણ સ્વાભાવિક છે.પરંતુ એ ભૂલને માફ કરી અને ભૂલી જવી એ ખરેખર અઘરી બાબત છે.!જ્યારે આપણે કોઈ વ્યક્તિની સ્વભાવગત મર્યાદાથી જાણકાર હોઈએ છતાં સંજોગો પરિસ્થિતિ અનુસાર તેમના દ્વારા જાહેર માં કરાયેલા વર્તનને કારણે તે સ્વજન પ્રત્યે મનમાં ફરિયાદો રહેતી હોય છે.પરંતુ એ સમયે આપણે એ સત્ય ભૂલી જઈએ છીએ કે તે વ્યક્તિની સ્વભાવ ગત મર્યાદા કે ક્ષતિ માત્ર આ એક સંબંધ પૂરતો જ સીમિત નથી આ સ્વભાવગત દોષ તેમનાં અન્ય સંબંધમાં પણ જોવા મળે છે. પરંતુ આપણે તેને માફ કરી શકતા નથી અથવા અન્ય સાથે સરખામણીમાં ઉતરી પડીએ છીએ . જ્યારે બે વ્યક્તિ વચ્ચે સરખાપણું શોધવા જઈએ તો ક્યારેય મળતું નથી. કારણ કે જો બે વ્યક્તિએ સાથે ચાલવું હશે તો એક વ્યક્તિ એ બીજી વ્યક્તિનો ડાબો હાથ જ પકડવો પડશે બંને જમણા હાથ પકડી સાથે ક્યારેય નહીં ચાલી શકે..! આવી જ રીતે દરેક વ્યક્તિના સત્ય પણ જુદા જુદા હોય છે.જો સ્વજન પ્રિય હોય તો તેના સત્ય પણ પ્રિય હોવા જોઈએ.જે વ્યક્તિ અવગુણ નો સ્વીકાર કરી શકે તે જ વ્યક્તિ તમારા માં ગુણની ખીલવણી પણ કરી શકે.જે સંબંધ અમાસની કાળી રાતે તમારો હાથ પકડી અજાણ્યા રસ્તા ઉપર ચાલવાની હિંમત દાખવી શકે તે જ વ્યક્તિ તમારા જીવનમાં પૂનમનો અજવાસ પણ પ્રગટાવી શકે. જો જીવનમાં પરસ્પર સત્યનો સ્વીકાર થાય તો જ શિવત્વને પામી શકાય અને શિવત્વને પામેલાં સંબંધ થી ઉત્તમ સુંદર દુન્યવી કોઈ સંબંધ ન હોય શકે.