બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમને કિન્નર અખાડાના મહામંડલેશ્વરના પદેથી દૂર કરવામાં આવ્યા છે. તેમની સાથે લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને આચાર્ય મહામંડલેશ્વરના પદેથી હટાવવામાં આવ્યા છે. બંનેને અખાડામાંથી બરતરફ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી કિન્નર આખાડાના સંસ્થાપક અજય દાસે કરી છે.
અજય દાસે શુક્રવારે જાહેરાત કરી હતી કે હવે નવેસરથી કિન્નર અખાડાની રચના થશે. સાથે જ જલદી જ નવા આચાર્ય મહામંડલેશ્વરની જાહેરાત કરવામાં આવશે. થોડા દિવસો પહેલાં મમતા કુલકર્ણીએ સંગમ તટ પર પોતાના હાથે પિંડદાન કર્યું હતું. ત્યારે કહેવામાં આવ્યું હતું કે મમતા કુલકર્ણીએ હવે યમાઇ મમતા નંદ ગિરિના નામે ઓળખાશે. જૂના અખાડની આચાર્ય લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ મમતા કુલકર્ણીને દીક્ષા આપી હતી. ત્યારબાદથી અભિનેત્રી મહાકુંભમાં કિન્નર અખાડામાં જ રહેતી હતી. અભિનેત્રી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.
- Advertisement -
શેર કર્યો હતો વીડિયો
View this post on Instagram
તેમણે મહાકુંભમાંથી ઘણા ફોટા અને વીડિયો શેર કર્યા હતા, જેમાં તે ભગવા વસ્ત્રો પહેરીને સાધ્વીઓ સાથે ઉભેલી જોવા મળી હતી. આ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી ક્લિપમાં અભિનેત્રી કહેતી જોવા મળે છે કે ‘નમસ્તે મિત્રો, શુભ પ્રભાત, હું ગઇકાલે દુબઇથી પરત ફરી છું અને જાન્યુઆરીમાં હું કુંભમેળામાં ભાગ લેવા માટે આવીશ. હું અલ્લાહાબાદમાં શાહી સ્નાન કરવા અને ડુબકી લગાવવા માટે આવીશ. ત્યાં સુધી તમે બધા તમારું ધ્યાન રાખજો. હું મારા ફેન્સની આભારી છું, જેમણે મને ખુબ પ્રેમ આપ્યો અને મને આટલો પ્રેમ આપવા બદલ તમારો ખુબ ખુબ આભાર.
- Advertisement -
તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતાં મમતા કુલકર્ણીએ ભારત આવવાની જાણકારી આપી હતી. ક્લિપમાં તે કહેતી જોવા મળે છે કે ‘ હેલો મિત્રો, હું મમતા કુલકર્ણી 25 વર્ષ પછી ભારત ‘આમચી મુંબઇ’ પરત ફરી છું. અહીં આવીને મારી જૂની યાદો તાજા થઇ ગઇ છે. ફ્લાઇટમાંથી ઉતરતા પહેલાં હું ખુબ ઉત્સાહિત હતી અને મારી આસપાસ જોઇ રહી હતી.