ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
રાજકોટમાં પડેલા સામાન્ય વરસાદે તંત્રની નબળી કામગીરી સામે લાવી દીધી છે. થોડા દિવસ અગાઉ પડેલા સામાન્ય વરસાદે રાજકોટ શહેરમાં ગારા અને કિચડનું સામ્રાજ્ય બનાવી દીધું છે. જો કે આ પ્રશ્ર્ન વર્ષોથી જ રહ્યો છે અને ક્યાં સુધી રહેશે તેવા અનેક પ્રશ્ર્નો લોકોના મનમાં ઉઠી રહ્યા છે.
- Advertisement -
કોઠારીયા મેઈન રોડ બ્રહ્માણી હોલથી આગળ આવેલા નક્ષત્ર કિરણ હોસ્પિટલથી પાછળ જય રામ પાર્ક સોસાયટી વોર્ડ નં. 18માં ગારા કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. એક સામાન્ય વરસાદ થતાં પાણી ભરાઈ જતાં સમસ્યા સર્જાઈ હતી જેના કારણે લોકોને ત્યાંથી નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું. વોર્ડ નં. 18ના નગરસેવકોને શું આ પ્રશ્ર્નો દેખાતા નથી હોય? તેવા અનેક સવાલો રહેવાસીઓ કરી રહ્યા છે.